Get The App

ભાજપે શિંદેનો ઉપયોગ કર્યો, દૂધમાંથી માખીની જેમ કાઢી...', CMની માથાકૂટ વચ્ચે કોંગ્રેસનો કટાક્ષ

Updated: Dec 1st, 2024

GS TEAM


Google News
Google News
ભાજપે શિંદેનો ઉપયોગ કર્યો, દૂધમાંથી માખીની જેમ કાઢી...', CMની માથાકૂટ વચ્ચે કોંગ્રેસનો કટાક્ષ 1 - image


Maharashtra Politics: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા તેના 10 દિવસ વીતી ચૂક્યા છે પરંતુ હજુ પણ મુખ્યમંત્રીના પદ પર સસ્પેન્સ યથાવત છે.  ત્યારે હવે CMની માથાકૂટ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીનું નિવેદન સામે આવ્યું છે.  તેમણે કહ્યું કે, મહાયુતિ ગઠબંધનની કહાની  દગો અને રાજકીય પતનની કહાની છે.પહેલા એકનાથ શિંદેએ પોતાના રાજકીય ગુરુના પરિવારને દગો આપ્યો. 

 " ઉપયોગ કરો અને ફેંકી દો"ની નીતિ 

કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે, 'ભાજપે પહેલા તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ્યા અને હવે તેમનો ઉપયોગ કર્યા બાદ " ઉપયોગ કરો અને ફેંકી દો"ની નીતિ હેઠળ તેમને માખીની જેમ બહાર કાઢી ફેંક્યા છે. એકનાથ શિંદે વિશ્વાસઘાતની સજા ભોગવી રહ્યા છે ભાજપની રાજનીતિમાં કોઈ વિશ્વાસનીયતા અને વિશ્વાસ નથી.' 


અજીત પવારની સાથે પણ આવું જ થશે

કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ એમ પણ કહ્યું કે, 'હજુ સુધી તો એવું જ લાગે છે કે ભાજપ સંખ્યાબળના આધાર પર મુખ્યમંત્રી ઈચ્છે છે અને અજીત પવાર સાથે પણ આવું જ થશે.'

આ પણ વાંચો: શિંદેના દાવપેચ! ભાજપના જ નેતાઓના ઉદાહરણ આપી મહારાષ્ટ્રના CM પદનું કોકડું ગૂંચવ્યું

બીજી તરફ હાલના કાર્યવાહક સીએમ એકનાથ  શિંદે  અસ્વસ્થ છે અને તેઓ પોતાના પૈતૃક ગામમાં સારવાર કરાવી રહ્યા છે જોકે હવે એવી માહિતી મળી રહી છે કે, તેઓ ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે અને રવિવારે સાંજે મુંબઈ પરત ફરશે. આ વચ્ચે શિવસેના નેતા સંજય શિરસાટે ખુલાસો કર્યો કે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા રવિવાર સુધીમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની અપેક્ષા છે.

Tags :