મહારાષ્ટ્રને મળશે નવા રાજ્યપાલ, સી.પી. રાધાકૃષ્ણન બન્યા NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
Maharashtra New Governor News: મહારાષ્ટ્રને ટૂંક સમયમાં નવા રાજ્યપાલ મળી શકે છે. હકીકતમાં, NDAએ રાજ્યના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર બનાવ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યના રાજ્યપાલની જવાબદારી હવે તેમના સ્થાને કોઈ અન્ય વરિષ્ઠ નેતાને સોંપવામાં આવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે (17 ઓગસ્ટ) એક પત્રકાર પરિષદમાં સીપી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ પોતે તેમના નામને મંજૂરી આપી છે.
આ પણ વાંચો: સી.પી. રાધાકૃષ્ણન હશે NDAના ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર, જેપી નડ્ડાએ કરી જાહેરાત
તેમને ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે, ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણનને ગયા વર્ષે મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ આ જવાબદારી સંભાળી રહ્યા છે. હવે જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA ના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, ત્યારે એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રને ટૂંક સમયમાં નવા રાજ્યપાલ મળી શકે છે.