India

ધારાસભ્ય કે સાંસદ આવે તો સીટ પરથી ઊભા થઈ જાઓ... મહારાષ્ટ્રના અધિકારીઓને ફરમાન

By GS TEAM
21 Nov 20252 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સુશાસન અને જવાબદારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી વહીવટી અધિકારીઓ માટે નવા અને કડક નિર્દેશો જાહેર કર્યા છે. મુખ્ય સચિવ રાજેશ કુમાર દ્વારા ગુરુવારે (20મી નવેમ્બર) જાહેર કરાયેલા એક સરકારી પરિપત્ર (GR)માં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ (સાંસદો અને ધારાસભ્યો)ને યોગ્ય માન આપવું એ વહીવટની વિશ્વસનીયતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધારાસભ્ય કે સાંસદ આવે તો સીટ પરથી ઊભા થઈ જાઓ... મહારાષ્ટ્રના અધિકારીઓને ફરમાન

Maharashtra Government Guidelines For Officers: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં સુશાસન અને જવાબદારી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી વહીવટી અધિકારીઓ માટે નવા અને કડક નિર્દેશો જાહેર કર્યા છે. મુખ્ય સચિવ રાજેશ કુમાર દ્વારા ગુરુવારે (20મી નવેમ્બર) જાહેર કરાયેલા એક સરકારી પરિપત્ર (GR)માં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ (સાંસદો અને ધારાસભ્યો)ને યોગ્ય માન આપવું એ વહીવટની વિશ્વસનીયતા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

અધિકારીઓ માટે ફરજિયાત શિષ્ટાચાર

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે શાસક પક્ષોના પ્રતિનિધિઓ સહિત કેટલાક ચૂંટાયેલા નેતાઓએ અધિકારીઓ તેમની સાથે મુલાકાત કરવામાં અને તેમના મુદ્દાઓને સંબોધવામાં અસમર્થતા પર નારાજગી વ્યક્ત કરી હતી. GRમાં અધિકારીઓ માટે આ ફરજિયાત નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

અધિકારીઓ માટે ફરજિયાત નિયમો

સીટ પરથી ઊભા થવું: જ્યારે પણ ધારાસભ્ય અથવા સાંસદ તેમની ઓફિસમાં પ્રવેશ કરે કે બહાર નીકળે ત્યારે અધિકારીઓએ તેમની સીટ પરથી ઊભા થવું પડશે.

અત્યંત સૌજન્યથી વર્તવું: અધિકારીઓએ તેમની સાથે અત્યંત સૌજન્યથી વર્તવું જોઈએ.

ધ્યાનથી સાંભળવું: આદેશમાં જણાવાયું છે કે અધિકારીઓએ તેમની મુલાકાત દરમિયાન ધારાસભ્યો અને સાંસદોને ધ્યાનથી સાંભળવા જોઈએ.

સહાય પૂરી પાડવી: તેઓએ નિયમો અનુસાર સહાય પૂરી પાડવી જોઈએ.

નમ્ર ભાષા: અધિકારીઓએ ફોન કોલ્સ દરમિયાન પણ નમ્ર ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી G-20 સમિટમાં ભાગ લેવા દ.આફ્રિકા રવાના થયા, જાણો શું છે એજન્ડા

પાલન ન કરનાર સામે કાર્યવાહીની ચેતવણી

GRની પ્રસ્તાવનામાં સરકારે સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમતાને તેની ટોચની પ્રાથમિકતાઓ માની છે. મુખ્ય સચિવ રાજેશ કુમારે આ પરિપત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જે અધિકારીઓ આ સૂચનાઓનું પાલન કરશે નહીં, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્દેશો દ્વારા સરકાર વહીવટીતંત્રને વધુ વિશ્વસનીય અને જવાબદાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.