'આમને જ સીએમ બનાવી દો, અમે તો અહીં...' પૂર પીડિતોને મળવા પહોંચેલા અજિત પવાર ખેડૂતો પર ભડક્યા
Maharashtra Deputy CM Controversy: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અવાર-નવાર વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એકવાર તે વિવાદોમાં ઘેરાયા છે. તાજેતરમાં જ તે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતો સાથે નુકસાન વિશે વાત કરી. ખેડૂતો સાથે વાત કરતી વખતે અજિત પવારે કંઈક એવું કહ્યું જેનાથી હવે વિપક્ષ મુદ્દો બની ગયો છે.
નાયબ મુખ્યમંત્રીએ એવું શું કહ્યું જેનાથી હોબાળો મચી ગયો?
મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ખેડૂતોને મળવા માટે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મરાઠવાડા ગયા હતા. આ દરમિયાન ખેડૂતે તેમને લોન માફી અંગે સવાલ પૂછ્યો, જેનાથી અજિત પવાર ગુસ્સે થઈને કહ્યું કે, 'આમને જ મુખ્યમંત્રી બનાવી દો! શું તમને લાગે છે કે અમે અહીં રમત રમવા આવ્યા છીએ?' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે.
અજિત પવાર પર વિપક્ષે નિશાન સાધ્યું
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનો આ વીડિયો સામે આવ્યા પછી, વિપક્ષે તેમની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે, તેમણે આ આરોપને ગેરસમજ ગણાવીને ફગાવી દીધો. શિવસેના(ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉતે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર પણ નિશાન સાધ્યું છે. તેમમે કહ્યું કે, 'આ અજિત પવારની શૈલી નથી, પરંતુ ઘમંડ છે.'
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી: દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 20મી સપ્ટેમ્બરના રોજ મરાઠવાડામાં ભારે વરસાદ અને સહાયક નદીઓના કારણે વ્યાપક નુકસાન થયું હતું. મહારાષ્ટ્રમાં આવેલા પૂરમાં ઓછામાં ઓછા નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર, જાલના, લાતુર, પરભણી, નાંદેડ, હિંગોલી, બીડ અને ધારાશિવ જિલ્લાઓ હાલમાં પૂરથી પ્રભાવિત છે.