Get The App

વિપક્ષના 'ચાણક્ય' ગણાતાં શરદની માયાજાળ, 30 વર્ષ બાદ શું ફરી બનશે મુખ્યમંત્રી? ચર્ચા શરૂ

Updated: Oct 25th, 2024

GS TEAM


Google News
Google News
Maharashtra election


Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વિપક્ષના ચાણક્ય 83 વર્ષીય શરદ પવાર રાજકારણમાં પોતાના નિર્ણયોથી સૌ કોઈને અચંબામાં મુકવા માટે પ્રચલિત છે. ગઈકાલે શરદપવારની એનસીપીએ 45 બેઠકો પર પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. તેમાંય બારામતી બેઠક પર કાકા અજિત પવાર સામે ભત્રીજાને ઉતારતાં અજિતનું ટેન્શન વધાર્યું છે.

ઓછો જનાધાર પણ હક સમાન

મહાવિકાસ અઘાડીની બેઠક ફાળવણીમાં ત્રણેય પક્ષમાં સૌથી ઓછો જનાધાર હોવા છતાં શરદ પવારના પક્ષને સમાન બેઠકો પર ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે. રાજકારણમાં સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે કે, પવારે એવી કઈ શરત મૂકી કે જેનાથી અન્ય બે પક્ષ સમાન બેઠકો આપવા રાજી થયા?

પવારની નજર સીએમની ખુરશી પર

ગઠબંધનમાં 85 બેઠકો પર ઉમેદવારો ઉતારનારા શરદ પવારની નજર મુખ્યમંત્રીની ખુરશી પર હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં શરદ પવારના એનસીપી પક્ષની જીતનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ હોવાથી વિધાનસભા બેઠકમાં પણ તેમને વધુ બેઠકો મળી હોવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ ગુજરાત ભાજપને લજવતી ઘટના! નવસારીના યુવકોએ તૂટેલા રસ્તા જાતે કોંક્રિટ નાખી રિપેર કર્યા

શરદ પાવરની જીતના કારણો

1. જીતનો સ્ટ્રાઈક રેટ વધુઃ મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણીમાં એનસીપી (શરદ)એ 9માંથી 8 બેઠકો પર જીત મેળવી હતી. જેથી આ સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખતાં વિધાનસભામાં 60-70 બેઠકો પર જીત મેળવી શકે છે. 

2. મુખ્યમંત્રી પદની કરી ચર્ચાઃ શરદ પવારે હાલમાં જ એક રેલીમાં જયંત પાટિલ મારફત મુખ્યમંત્રીની ખુરશી પર ચર્ચા કરી હતી. પવારે આ વખતે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યુ નથી. 2004માં પવારે ચૂંટણી પહેલાં કોંગ્રેસના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં એનસીપીને કોંગ્રેસ કરતાં બે બેઠકો વધુ મળી હોવા છતાં પવારે મુખ્યમંત્રીની ખુરશી કોંગ્રેસને આપી હતી.

30 વર્ષથી મુખ્યમંત્રીની ખુરશી નહીં

શરદ પવાર પરિવારની પાસે 30 વર્ષથી મુખ્યમંત્રીની ખુરશી આવી નથી. છેલ્લે 1993થી 1995 સુધી શરદ પવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. જો શરદ પવારનો રાજકારણનો દાંવ સાચો પડે તો સુપ્રિયા માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ ખુલી જશે.

વિપક્ષના 'ચાણક્ય' ગણાતાં શરદની માયાજાળ, 30 વર્ષ બાદ શું ફરી બનશે મુખ્યમંત્રી? ચર્ચા શરૂ 2 - image

Tags :