Get The App

VIDEO : મહાકુંભમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખ

Updated: Feb 7th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : મહાકુંભમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખ 1 - image


Maha Kumbh Fire news | પ્રયાગરાજ મહાકુંભમાં ત્રીજી વખત મોટી દુર્ઘટના ઘટી છે. મહાકુંભ મેળામાં સેક્ટર-18 શંકરાચાર્ય માર્ગ પર ઈસ્કોનના કિચનમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગમાં 22થી વધુ કોટેજ (ટેન્ટ) બળીને ખાખ થયા હતા. ઘટનાસ્થળે તુરંત ફાયરબ્રિગેડ પહોંચી હતી. મહા મુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાની જાણવા મળ્યું છે.

આગ લાગવા પાછળનું કારણ 

આ શિબિરમાં સ્થિત મહારાજ કોટેજમાં એસી લગાવેલા હતા. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. અગાઉ 30 જાન્યુઆરીએ પણ સેક્ટર-22માં અનેક કોટેજમાં આગ લગા હતી. જેમાં 15 કોટેજ બળીને ખાખ થયા હતાં. તદુપરાંત અગાઉ સેક્ટર-2માં બે કારમાં આગ લાગતાં હડકંપ મચ્યો હતો. 19 જાન્યુઆરીએ પણ સેક્ટર-19માં શિબિરમાં મૂકેલા ઘાસચારામાં આગ લાગી હતી. જેમાં 18 કોટેજ બળી ગયા હતા. 



ખાક પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું કે, જુના જીટી રોડ પર તુલસી ચારરસ્તા નજીક સ્થિત એક શિબિરમાં આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતાં એક-પછી એક કોટેજ બળીને ખાખ થયા હતા. જો કે, કોઈ જાનહાનિ થઈ નથી.

VIDEO : મહાકુંભમાં ફરી ભડકી આગ, સંગમ કિનારે સેક્ટર-18માં અનેક ટેન્ટ બળીને ખાખ 2 - image

Tags :