Get The App

ભારતમાં મેડ ઇન ઈન્ડિયા પબજી ગેમ લૉન્ચ થશે

- કંપની ભારતમાં 10 કરોડ ડૉલરનું રોકાણ કરશે

Updated: Nov 12th, 2020

GS TEAM

Google News
Google News
ભારતમાં મેડ ઇન ઈન્ડિયા પબજી ગેમ લૉન્ચ થશે 1 - image


સેઉલ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

મોબાઈલ ગેમ પબજી પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો છે. જોકે પબજી કોર્પોરેશન હવે ભારતમાં ફરીથી ગેમ લૉન્ચ કરવા તૈયારી કરી રહ્યું છે. આ ગેમ માનસિક રીતે નુકસાનકર્તા હોવાથી સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો હતો. ભારત સરકારે થોડા વખત પહેલા સવાસો જેટલી મોબાઈલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો હતો, જેમાં પબજીનો પણ સમાવેશ થતો હતો.

પબજી ગેમ દક્ષિણ કોરિયન કંપની બ્લૂહોલ દ્વારા વિકસાવાયેલી ગેમ છે. પરંતુ તેનું માર્કેટિંક ચાઈનિઝ કંપની ટેન્સન્ટ દ્વારા કરવામાં આવતું હતું. ચીની કંપની ટેન્સન્ટનું પબજીમાં જંગી રોકાણ પણ હતું. ભારતમાં ચીન વિરોધી લહેર જોઈને તેની સર્જક કંપનીએ નવો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે.

ભારતમાં કરોડો લોકો આ ગેમના બંધાણી થઈ ગયા હતા. કંપનીને ભારતમાંથી ખાસ્સી આવક થતી હતી. માટે કંપનીએ હવે ભારતમાં જ પેટા કંપની સ્થાપી મેડ ઇન ઈન્ડિયા ગેમ તૈયાર કરવાનું આયોજન કર્યું છે. એ માટે કંપની ભારતમાં 10 કરોડ ડૉલર જેવું રોકાણ પણ કરશે. 

નવી ગેમ પબજી જેટલી જ ઘાતક હશે કે કેમ એ અંગે સ્પષ્ટતા થઈ નથી. એ રીતે ગેમ ક્યારે આવશે એ પણ નક્કી નથી, પરંતુ ટૂંક સમયમાં આવશે. 2 સપ્ટેમ્બરે પ્રતિબંધ મુક્યા પછી આ ગેમ એપલ પ્લેસ્ટોર અને એપ સ્ટોરમાંથી હટાવી દેવાઈ છે. ભારત સહિત ડઝનેક દેશોએ આ ગેમ પર પ્રતિબંધ મુકી રાખ્યો છે. 

Tags :