India

ઓનલાઈન ગેમિંગમાં રૂ.13 લાખ ગુમાવતાં ધો.6ના વિદ્યાર્થીનો આપઘાત, આજે જ ફોનમાં આ સેટિંગ્સ બદલો

By GS TEAM
16 Sep 20253 mins read
TukuTouch Logo
લખનઉથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પહોલા તો પોતાના પિતાના બેંક એકાઉન્ટમાંથી 13 લાખ રૂપિયા ગુમાવી દીધા અને પછી આપઘાત કરી લીધો. આ છોકરાના પિતા પેઈન્ટ કરવાનું કામ કરતા હતા અને તેમણે લગભગ બે વર્ષ પહેલા જ જમીન વેચીને બેંક ખાતામાં 13 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓનલાઈન ગેમિંગમાં રૂ.13 લાખ ગુમાવતાં ધો.6ના વિદ્યાર્થીનો આપઘાત, આજે જ ફોનમાં આ સેટિંગ્સ બદલો

Lucknow Student Loses 13 Lakh Free Fire Game: લખનઉથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પહોલા તો પોતાના પિતાના બેંક એકાઉન્ટમાંથી 13 લાખ રૂપિયા ગુમાવી દીધા અને પછી આપઘાત કરી લીધો. આ છોકરાના પિતા પેઈન્ટ કરવાનું કામ કરતા હતા અને તેમણે લગભગ બે વર્ષ પહેલા જ જમીન વેચીને બેંક ખાતામાં 13 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. 

સોમવારે જ્યારે તેઓ પોતાના બેંક ખાતાની પાસબુક અપડેટ કરાવવા ગયા તો તેમને જાણવા મળ્યું કે, તેમના બેંક ખાતામાં તે 13 લાખ રૂપિયા નથી. આ જાણીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેમણે તાત્કાલિક આ અંગે તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે, આ મોટી રકમ ઓનલાઈન ગેમ ફ્રી ફાયર દ્વારા ખર્ચ કરવામાં આવી છે. 

તમને પણ તમારા બાળકોની ચિંતા છે?

હવે સવાલ એ આવે છે કે, તમારું બાળક પણ તમારો સ્માર્ટફઓન યુઝ કરે છે, તો શું બાળક અને બેંક અકાઉન્ટ બંને સુરક્ષિત છે. ઘણા ઘરોમાં બાળકો પોતાના માતા-પિતાના સ્માર્ટફોનમાં વીડિયો જોઈ છે અને પછી મોબાઈલ ગેમ વગેરે રમે છે. આવા લોકોએ સાવચેતીના ભાગરૂપે કેટલાક જરૂરી પગલાં ઉઠાવવા જોઈએ. 

આજે જ ફોનમાં બદલો આ સેટિંગ્સ 

આ માટે તમારે તમારા સ્માર્ટફોનની સેટિંગ્સ અને તમારા બેંક ખાતાની ટ્રાન્ઝેક્શન સેટિંગ્સમાં કેટલાક ફેરફારો કરવા પડશે. તમે આ બધા કામ ઘર બેઠા સરળતાથી કરી શકો છો. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

બેંક ખાતાની લિમિટ સેટ કરો

જો માતા-પિતા પોતાના બાળકોને સ્માર્ટફોન આપે છે તો સાવચેતીના ભાગરૂપે, તેમણે પોતાના બેંક ખાતામાં કેટલાક ફેરફારો કરી લેવા જોઈએ. આમાં બેંક ખાતાની લિમિટ અને UPI લિમિટ સેટ કરવાની રહેશે. 

સ્ટ્રોંગ પાસવર્ડ યુઝ કરો

મોબાઈલ પર બેંકિંગ એપ્સ અને UPI એપ્સ માટે સ્ટ્રોંગ પાસવર્ડનો યુઝ કરો. આ માટે તમે બાયોમેટ્રિક લોક અપનાવી શકો છો, જેમાં સ્માર્ટફોન તમારા ફિંગરપ્રિન્ટ સ્કેનર અથવા ફેસ સ્કેનિંગ જ અનલોક થશે. આ લોકનો ઉપયોગ બેંકિંગ એપ્સ અને UPI એપ્સ પર કરી શકો છે.

બેંક અકાઉન્ટ અથવા UPIની લિમિટ સેટ કરો

સાવચેતીના ભાગરૂપે બેંક ખાતામાં ડેઈલી લિમિટ ટ્રાન્જેક્શનને સેટ કરી શકાય છે. UPI લિમિટ પણ સેટ કરી શકો છો. જો તમારું બાળક ભૂલથી પૈસા ટ્રાન્સફર કરે તો પણ, ઓછી લિમિટના કારણે ઓછી રકમ ટ્રાન્સફર થશે. આવી સ્થિતિમાં નુકસાન પણ ઓછું થશે.

આ પણ વાંચો: હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું... ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી ભાવુક

સ્માર્ટફોન યુઝર્સ મોટાભાગે પોતાના બેંકિંગ પાસવર્ડ બ્રાઉઝરમાં સેવ કરી રાખે છે. આવી સ્થિતિમાં પાસવર્ડ ઓટોસેવ ડિસેબલ કરવો જોઈએ. આ સાથે જ મોબાઇલ બેંકિંગ એપ્સ અને UPI એપ્સ પર સ્ટ્રોંગ પાસવર્ડ લગાવવો જોઈએ.

પાસવર્ડ અને બાયોમેટ્રિક કન્ફર્મેશન ઓન કરો

ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ખરીદી કરવા માટે પાસવર્ડ અને બાયોમેટ્રિક કન્ફર્મેશન ઓન કરી દો. પ્લે સ્ટોર પર પેરેંટલ કંટ્રોલ ફીચર પણ છે, તેનો પણ ઉપયોગ કરી શકાય છે.