નવી દિલ્હી, તા. 13. ફેબ્રુઆરી 2019 બુધવાર
લખનૌમાં પાર્ટી કાર્યકરોની બેઠક દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને કબાબ પિરસવામાં આવ્યા હતા પણ તેમણે મંગળવારે હું નોનવેજ નથી ખાતી તેમ કહીને કબાબ ખાવાની ના પાડી દીધી હતી.
પ્રિયંકા ગાંધી માટે લખનૌના મશહૂર ટુંડે કબાબ મંગાવાયા હતા.જે લખનૌની સૌથી ફેમસ ડિશ મનાય છે.આથી પ્રિયંકાને પણ તેનો ટેસ્ટ કરાવવાની સ્થાનિક નેતાઓની ઈચ્છા હતી.
જોકે પ્રિયંકા પાસેથી થોડા સમયમાં પ્લેટ એમને એમ જ પાછી આવી ગઈ હતી.કેટલાક નેતાઓના કહેવા પ્રમાણે પ્રિયંકાએ નોનવેજ ખાવાનુ બંધ કરી દીધુ છે જ્યારે કેટલાક કાર્યકરોનુ કહેવુ હતુ કે મંગળવારે તેઓ નોનવેજ નહી ખાતા હોવાથી કબાબને હાથ લગાડ્યો નહોતો.


