India

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુખ

By GS TEAM
9 May 20262 mins read
TukuTouch Logo
ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) માં સૈન્ય સલાહકાર તરીકે કાર્યરત છે. જનરલ અનિલ ચૌહાણ 30 મે, 2026 ના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની જગ્યાએ સુબ્રમણિ કાર્યભાર સંભાળશે. તેઓ સેનાના ઉપપ્રમુખ અને મધ્ય કમાનના GOC-in-C જેવા મહત્ત્વના પદો પર રહી ચૂક્યા છે. તેમની નિમણૂક સશસ્ત્ર દળોના એકીકરણ અને 'થિયેટરાઈઝેશન' કાર્યક્રમને વેગ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સૈન્ય નેતૃત્વમાં મોટો ફેરફાર: લેફ્ટનન્ટ જનરલ રાજા સુબ્રમણિ દેશના નવા CDS અને સ્વામીનાથન નૌસેના પ્રમુખ

નવા નેવી ચીફ (ડાબે), નવા સીડીએસ (જમણે)



Lt Gen Raja Subramani Appointed New CDS: ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણિને દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) માં સૈન્ય સલાહકાર તરીકે કાર્યરત છે. જનરલ અનિલ ચૌહાણ 30 મે, 2026 ના રોજ નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની જગ્યાએ સુબ્રમણિ કાર્યભાર સંભાળશે. તેઓ સેનાના ઉપપ્રમુખ અને મધ્ય કમાનના GOC-in-C જેવા મહત્ત્વના પદો પર રહી ચૂક્યા છે. તેમની નિમણૂક સશસ્ત્ર દળોના એકીકરણ અને 'થિયેટરાઈઝેશન' કાર્યક્રમને વેગ આપવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન નવા નૌસેના પ્રમુખ

સાથે જ, વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌસેનાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં મુંબઈમાં પશ્ચિમી નૌસેના કમાનના કમાન્ડર છે અને 'કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેર' ના નિષ્ણાત ગણાય છે. સ્વામીનાથન 31 મે ના રોજ પદભાર ગ્રહણ કરશે અને તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2028 સુધી રહેશે. તેઓ 1 જુલાઈ, 1987 ના રોજ ભારતીય નૌસેનામાં જોડાયા હતા.

શિક્ષણ અને અનુભવ

લેફ્ટનન્ટ જનરલ સુબ્રમણિ NDA અને કિંગ્સ કોલેજ લંડનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેમને 1985માં ગઢવાલ રાઈફલ્સમાં કમિશન મળ્યું હતું. જ્યારે વાઇસ એડમિરલ સ્વામીનાથને NDA ખડકવાસલા ઉપરાંત બ્રિટન અને અમેરિકાની નેવલ વોર કોલેજમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે. સૈન્ય કમાનમાં આ ફેરફારો મે મહિનાના અંત સુધીમાં અમલી બનશે, જે ભારતીય સંરક્ષણ તંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં મોટું કદમ છે.