India

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને અમેરિકાથી ભારત પહોંચ્યું જહાજ

By GS TEAM
22 Mar 20262 mins read
TukuTouch Logo
India Secures LPG Supply: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયા બાદ ભારતમાં ગેસની અછતનું જોખમ ઊભું થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે રાહત! હજારો ટન LPG લઈને અમેરિકાથી ભારત પહોંચ્યું જહાજ

India Secures LPG Supply: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયા બાદ ભારતમાં ગેસની અછતનું જોખમ ઊભું થયું છે. 

એવામાં રવિવારે સવારે અમેરિકાના ટેક્સાસથી નીકળેલું અને સિંગાપોરનો ધ્વજ ધરાવતું 'પાઇક્સિસ પાયનિયર' જહાજ 16,714 ટન LPG જથ્થા સાથે મેંગલોર બંદર પર પહોંચી ગયું છે. આ જહાજ 14 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ પોર્ટથી નીકળ્યું હતું અને સોમવારે સવારે પરત રવાના થશે. આ પોર્ટ પર કુલ 72 હજાર ટન રસોઈ ગેસ પહોંચવાનો છે. 

25 માર્ચ: 'અપોલો ઓસિયન' જહાજ 26 હજાર ટન ગેસ લઈને આવશે (IOCL અને BPCL માટે)

29 માર્ચ: અમેરિકાથી વધુ એક જહાજ ૩૦,૦૦૦ ટન ગેસ લઈને આવશે (HPCL માટે)

આ ગેસ પાઇપલાઇન દ્વારા બેંગલુરુ અને દક્ષિણ ભારતના અન્ય વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે. 

ઈરાનને ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટિમેટમ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે અનેક દેશોમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા ઊભી થઈ છે ત્યારે હવે હોર્મુઝની ખાડી અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, જો 48 કલાકમાં હોર્મુઝમાં સામાન્ય અવરજવર શરૂ નહીં થાય તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્ર નષ્ટ કરી નાંખશે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે ચોથા સપ્તાહમાં પ્રવેશ્યો છે અને સ્થિતિ વધુ સ્ફોટક બની છે.