Get The App

આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો ફાયદો

Updated: May 31st, 2025

GS TEAM


Google News
Google News
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો ફાયદો 1 - image


LPG Cylinder Price: એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ, 19 કિલોગ્રામના કોમર્શિયલ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડો આજથી (1 જૂન)થી અમલમાં આવશે. આ પછી અમદાવાદમાં કોમર્શિયલ LPG સિલિન્ડરનો છૂટક ભાવ હવે 1741.50 રૂપિયા થશે.


Tags :