Long Weekends In 2026: વર્ષ 2026નો શુભારંભ થવા જઈ રહ્યો છે. નવા વર્ષને લઈને લોકોના મનમાં ઉત્સાહ છે. એવામાં જો તમે પણ આવતા વર્ષે પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 2026 તમારા માટે સારું વર્ષ રહેશે. 2026માં ઘણા લાંબા વીકેન્ડ આવી રહ્યા છે. ભારત સરકાર દ્વારા 31 ડિસેમ્બર, 2025 ના રોજ વર્ષ 2026 માટેનું સત્તાવાર રજાઓનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં તમામ ગેઝેટેડ (ફરજિયાત) અને રિસ્ટ્રિક્ટેડ (ઐચ્છિક) રજાઓની વિગતો આપવામાં આવી છે. ગેઝેટેડ રજાઓ કેન્દ્રીય સરકારી કચેરીઓ, બેંકો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ માટે ફરજિયાત હોય છે, જ્યારે રિસ્ટ્રિક્ટેડ રજાઓ કર્મચારીઓ પોતાની સાંસ્કૃતિક કે ધાર્મિક પસંદગી મુજબ લઈ શકે છે.
વર્ષ 2026 ની પ્રથમ ગેઝેટેડ રજા 26 જાન્યુઆરી (પ્રજાસત્તાક દિવસ) ના રોજ છે. નીચે મહિના મુજબ રજાઓની સંપૂર્ણ યાદી છે:
જાન્યુઆરી (January)
જાન્યુઆરી મહિનામાં ચાર રિસ્ટ્રિક્ટેડ અને એક ગેઝેટેડ રજા છે.
- 1 જાન્યુઆરી: અંગ્રેજી નવું વર્ષ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 3 જાન્યુઆરી: હજરત અલીનો જન્મદિવસ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 14 જાન્યુઆરી: મકર સંક્રાંતિ / માઘ બિહુ / પોંગલ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 23 જાન્યુઆરી: વસંત પંચમી / શ્રી પંચમી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 26 જાન્યુઆરી: પ્રજાસત્તાક દિવસ (ગેઝેટેડ રજા)
ફેબ્રુઆરી (February)
ફેબ્રુઆરી મહિનામાં ચાર રિસ્ટ્રિક્ટેડ રજાઓ છે:
- 1 ફેબ્રુઆરી: ગુરુ રવિદાસ જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 12 ફેબ્રુઆરી: સ્વામી દયાનંદ સરસ્વતી જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 15 ફેબ્રુઆરી: મહા શિવરાત્રી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 19 ફેબ્રુઆરી: શિવાજી જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
માર્ચ (March)
માર્ચ મહિનામાં ચાર ગેઝેટેડ અને ત્રણ રિસ્ટ્રિક્ટેડ રજાઓ છે:
- 3 માર્ચ: હોલિકા દહન / ડોલયાત્રા (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 4 માર્ચ: હોળી (ગેઝેટેડ રજા)
- 19 માર્ચ: ગુડી પડવો / ઉગાડી / ચેટીચંદ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 20 માર્ચ: જમાત-ઉલ-વિદા (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 21 માર્ચ: ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) (ગેઝેટેડ રજા)
- 26 માર્ચ: રામ નવમી (ગેઝેટેડ રજા)
- 31 માર્ચ: મહાવીર જયંતી (ગેઝેટેડ રજા)
એપ્રિલ (April)
- 3 એપ્રિલ: ગુડ ફ્રાઈડે (ગેઝેટેડ રજા)
- 5 એપ્રિલ: ઈસ્ટર સન્ડે (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 14 એપ્રિલ: વૈશાખી / વિશુ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 15 એપ્રિલ: બહાગ બિહુ (અસમ) / બંગાળી નવું વર્ષ (રિસ્ટ્રિક્ટેડ રજા)
મે (May)
- 1 મે: બુદ્ધ પૂર્ણિમા (ગેઝેટેડ રજા)
- 9 મે: ગુરુ રવીન્દ્રનાથ ટાગોર જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 27 મે: ઈદ-ઉલ-ઝુહા (બકરી ઈદ) (ગેઝેટેડ રજા)
જૂન (June)
- 26 જૂન: મોહરમ (ગેઝેટેડ રજા)
જુલાઈ (July)
- 16 જુલાઈ: રથયાત્રા (રિસ્ટ્રિક્ટેડ રજા)
ઓગસ્ટ (August)
- 15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ (ગેઝેટેડ રજા) / પારસી નવું વર્ષ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 26 ઓગસ્ટ: મિલાદ-ઉન-નબી (ઈદ-એ-મિલાદ) (ગેઝેટેડ રજા) / ઓણમ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 28 ઓગસ્ટ: રક્ષાબંધન (રિસ્ટ્રિક્ટેડ રજા)
સપ્ટેમ્બર (September)
- 4 સપ્ટેમ્બર: જન્માષ્ટમી (ગેઝેટેડ રજા)
- 14 સપ્ટેમ્બર: ગણેશ ચતુર્થી (રિસ્ટ્રિક્ટેડ રજા)
ઓક્ટોબર (October)
- 2 ઓક્ટોબર: મહાત્મા ગાંધી જયંતી (ગેઝેટેડ રજા)
- 18 ઓક્ટોબર: મહા સપ્તમી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 19 ઓક્ટોબર: મહા અષ્ટમી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 20 ઓક્ટોબર: દશેરા / વિજયાદશમી (ગેઝેટેડ રજા)
- 26 ઓક્ટોબર: મહર્ષિ વાલ્મિકી જયંતી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 29 ઓક્ટોબર: કરવા ચોથ (રિસ્ટ્રિક્ટેડ રજા)
નવેમ્બર (November)
- 8 નવેમ્બર: દિવાળી (ગેઝેટેડ રજા) / નરક ચતુર્દશી (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 9 નવેમ્બર: ગોવર્ધન પૂજા (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 11 નવેમ્બર: ભાઈબીજ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 15 નવેમ્બર: છઠ પૂજા (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 24 નવેમ્બર: ગુરુ નાનક જયંતી (ગેઝેટેડ રજા) / ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ (રિસ્ટ્રિક્ટેડ રજા)
ડિસેમ્બર (December)
- 23 ડિસેમ્બર: હજરત અલીનો જન્મદિવસ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 24 ડિસેમ્બર: ક્રિસમસ ઈવ (રિસ્ટ્રિક્ટેડ રજા)
- 25 ડિસેમ્બર: નાતાલ (ક્રિસમસ) (ગેઝેટેડ રજા)



