Get The App

ભાજપને મત નહી આપવાની અપીલ કરતા લોકોને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ: નિરુહુઆ

Updated: Apr 7th, 2019

GS TEAM

Google News
Google News
ભાજપને મત નહી આપવાની અપીલ કરતા લોકોને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ: નિરુહુઆ 1 - image

વારાણસી, તા. 07 એપ્રિલ 2019, રવિવાર

ભોજપુરી એક્ટર દિનેશલાલ યાદવ નિરુહુઆ લોકસભાની ચૂંટણીમાં આઝમગઢથી ભાજપની ટીકિટપરથી ચૂંટણી લડી રહ્યા છે. વારાણસીમાં પોતાની ચૂંટણી રેલી દરમિયાન ભાજપને મત નહી આપવાની અપીલ કરતા એક્ટર્સ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જેમણે વડાપ્રધાન મોદીને મત નહી આપવાની અપીલ કરી છે. તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નિરુહુઆએ કહ્યું કે, જે લોકો ભાજપને મત નહી આપવાની અપીલ કરી રહ્યાં છે તેમને પાકિસ્તાન મોકલી દેવા જોઇએ. આવા લોકોએ ભારતમાં રહેવાની કોઇ જરૂર નથી. નિરુહુઆ મુજબ પાકિસ્તાન ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન બને નહી. આમ ભાજપનો વિરોધ કરનારા પાકિસ્તાનના સૂરમાં સૂર પરોવી રહ્યાં છે.