Get The App

લોકસભા ચૂંટણી માટે BJPએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

Updated: Apr 8th, 2019

GS TEAM

Google News
Google News
લોકસભા ચૂંટણી માટે BJPએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 1 - image

નવી દિલ્હી, તા. 8 એપ્રિલ 2019 સોમવાર

ભાજપે લોકસભા ચૂંટણી 2019 માટે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિતના દિગ્ગજ નેતા ચૂંટણી ઢંઢેરો રજૂ કરતી વખતે હાજરી આપી.

BJPના ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપવામાં આવ્યુ છે. ભાજપના જાહેર થનારા ચૂંટણી ઢંઢેરામાં માત્ર આવનાર 5 વર્ષમાં કરવામાં આવેલા કામ વિશે સંકલ્પ લેવામાં આવશે નહીં પરંતુ છેલ્લા 5 વર્ષના કાર્યોનો પણ હિસાબ હશે. આ ચૂંટણી ઢંઢેરો ગૃહ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં તૈયાર થયો છે.

લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણીની જીત માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનું વિઝન ડૉક્યુમેન્ટ જાહેર કરી દીધો છે. BJPએ પોતાના સંકલ્પ પત્રને સંકલ્પિત ભારત, સશક્ત ભારતનું ટાઈટલ આપ્યુ છે. કોંગ્રેસ પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમા તેમણે ન્યાય યોજનાનું એલાન કર્યુ છે.

Tags :