Get The App

લાલકૃષ્ણ અડવાણી ICUમાં દાખલ: હાલ સ્વાસ્થ્ય સ્થિર, જે.પી નડ્ડાએ ડોકટરો સાથે વાત કરી

Updated: Dec 14th, 2024

GS TEAM


Google News
Google News
લાલકૃષ્ણ અડવાણી ICUમાં દાખલ: હાલ સ્વાસ્થ્ય સ્થિર, જે.પી નડ્ડાએ ડોકટરો સાથે વાત કરી 1 - image


Lal Krishna Advani Admits to Apollo Hospital: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત લથડી છે. તેમને શનિવારે (14મી ડિસેમ્બર) દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ અપોલો હોસ્પિટલમાં દાખલ લાલકૃષ્ણ અડવાણીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તેણે એપોલો હોસ્પિટલના ડૉક્ટર સાથે ફોન પર વાત પણ કરી છે.



લાલકૃષ્ણ અડવાણીને એક મહિના પહેલા 26મી જૂન રાત્રે વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલૉજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

એલ. કે. અડવાણીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા

ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. એલ. કે. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ચાહકોનો આભાર, પીડિત પરિવારને સાંત્વના...: જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને જુઓ શું કહ્યું


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 30મી માર્ચે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમને 'ભારત રત્ન' એનાયત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. વર્ષ 2015માં પદ્મ વિભૂષણ ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો હતો.

લાલકૃષ્ણ અડવાણી ICUમાં દાખલ: હાલ સ્વાસ્થ્ય સ્થિર, જે.પી નડ્ડાએ ડોકટરો સાથે વાત કરી 2 - image

Tags :