દિલ્હીના આ વિસ્તારોમાં રહેવુ જોખમી, થઈ શકે છે ગંભીર બીમારી

Updated: Jan 25th, 2023


નવી દિલ્હી, તા. 25 જાન્યુઆરી 2023 બુધવાર

દિલ્હી દિવસેને દિવસે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યુ છે. દિલ્હીના અમુક વિસ્તાર એવા છે જ્યાં ફેફસાની ગંભીર બીમારીઓ ઝડપથી ફેલાઈ રહી છે. દરમિયાન દિલ્હીમાં રહેવુ જીવલેણ થવાની સાથે હેલ્ધી લાઈફસ્ટાઈલને પણ અસર કરી રહ્યુ છે. IIT દિલ્હી, દિલ્હી યુનિવર્સિટી અને બોસ્ટનના હેલ્થ ઈફેક્ટ ઈન્સ્ટિટ્યુટ સહિત કુલ 6 સંસ્થાઓ તરફથી કરવામાં આવેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે.

દિલ્હીના અમુક વિસ્તાર એવા છે જ્યાં ફેફસાની બે મુખ્ય બીમારીઓ ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ એટલે કે સીઓપીડી અને બ્રોન્કિયલ અસ્થમા ફેલાઈ રહી છે. દિલ્હીના 8510 ઘરના 40040 હજાર લોકો પર થયેલા સર્વેમાં 443 લોકોમાં સીઓપીડીના શંકાસ્પદ કેસ મળ્યા જ્યારે 394 લોકોમાં આ રોગની પુષ્ટિ થઈ. 

સીઓપીડીમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ સ્થિતિમાં ઓક્સિજન શરીરની અંદર તો પહોંચી જાય છે પરંતુ શરીરની અંદરથી કાર્બન ડાયોક્સાઈડ બહાર આવી શકતો નથી. જેના કારણે આ બીમારી વધી જાય છે અને મૃત્યુનું જોખમ રહે છે. બ્રોન્કિયલ અસ્થમામાં ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં તકલીફ થાય છે. 


રિસર્ચ અનુસાર દિલ્હીમાં ઉત્તર પૂર્વ દિલ્હી સ્થિત દિલશાદ ગાર્ડનનો વિસ્તાર, જહાંગીર પુરીનો અમુક વિસ્તાર, દિલ્હીના તમામ ઔદ્યોગિક વિસ્તાર, એમઆઈજી કોલોની અને લગભગ તમામ જેજે કોલોની એટલે કે ઝૂંપડી વિસ્તારમાં ખાસકરીને સીઓપીડી અને બ્રોન્કિયલ અસ્થમાની બીમારી વધી રહી છે.

દિલ્હીમાં કુલ 27 અપ્રૂવ્ડ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તાર છે, જ્યાં ઔદ્યોગિક પ્રવૃતિઓ ચાલે છે. જેમાં 27 વિસ્તારોમાં નરેલા, બવાના, સમયપુર બાદલી, નારાયણા, તિલક નગર, આનંદ પર્વત, નજફગઢ, ઓખલા, માયાપુરી, મંગોલપુરી વગેરે સામેલ છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા લોકોમાં સીઓપીડી થવાની શક્યતા અન્ય લોકોની સરખામણીએ વધુ છે જ્યારે દક્ષિણ અને પૂર્વ દિલ્હીના ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં સીઓપીડી ખૂબ ઓછુ જોવા મળ્યુ છે. 

બીમારીનું આ છે કારણ

રિસર્ચ દરમિયાન દિલ્હીના ઘરની એર ક્વોલિટીને પણ તપાસવામાં આવી. જેમાં ઘરમાં ક્રોસ વેન્ટિલેશન, ધૂળની હાજરી અને પ્રમાણ, કીડા-મકોડા, ઘરમાં ઉત્પન્ન થતા સોલિડ અને જૈવિક વેસ્ટનું ડિસ્પોઝલ અને રસોઈ બનાવવામાં વપરાતા ઈંધણને આધાર બનાવવામાં આવ્યુ હતુ. દિલ્હીમાં દિવસેને દિવસે વધતુ પ્રદૂષણ, ઝેરીલી થતી હવા, ખરાબ પર્યાવરણ આ બીમારીઓ થવાનું કારણ છે.

    Sports

    RECENT NEWS