Get The App

સાપ અને મગર સાથે રમતા બાળકનો વીડિયો જોઈને લોકો ચોંક્યા, કહ્યું- 'આ તો મોગલીનો ભાઈ છે'

Updated: Oct 23rd, 2023

GS TEAM


Google News
Google News
સાપ અને મગર સાથે રમતા બાળકનો વીડિયો જોઈને લોકો ચોંક્યા, કહ્યું- 'આ તો મોગલીનો ભાઈ છે' 1 - image


નવી મુંબઇ,તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર 

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જેના પર અવનવા અને અજીબો ગરીબ વીડિયો તમારી સામે આવતા રહે છે. ક્યારેક તો વીડિયો જોઇને આપણી આંખો પર ભરોસો ન થાય. ખાસ કરીને નાના બાળકોના ટેલેન્ટેડ અને ફની વીડિયો પણ સામે આવતા રહે છે જે યુઝર્સને ખૂબ પસંદ આવતા હોય છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક બાળક સાપ અને મગર સાથે રમતું જોવા મળે છે. હા વિશ્વાસ ના થાય એવો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @nouman.hassan1 પર 15 ઓક્ટોબરે અપલોડ કરવામાં આવ્યો હતો.

જાણો શું છે ખાસ વીડિયોમાં

આ વીડિયોમાં બાળક એક વિશાળ સાપની આસપાસ લપેટાયેલું છે. નાના શું મોટા પણ જે સાપથી ડરે છે તે સાપની સાથે આ બાળક આનંદથી રમી રહ્યું છે. આ સિવાય બાળકના ખોળામાં એક મગરનું બચ્યુ પણ જોવા મળે છે. આ સિવાય બાળકની પાછળ એક વાઘ પણ દેખાઇ રહ્યો છે. આ વીડિયો થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો જોઇને જેટલો ખતરનાક લાગી રહ્યો છે પણ બાળકના ચહેરા પર જરા પણ ડર નથી દેખાઇ રહ્યો. 

વીડિયોને જોયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નૌમાન હસનના ઇન્સ્ટાગ્રામ યુઝરે આ વીડિયો અપલોડ કર્યો છે. તેના એકાઉન્ટ પર આવા ઘણા ખતરનાક વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. 

વીડિયો જોયા બાદ લોકોએ આવી પ્રતિક્રિયા આપી

વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકોએ આ વીડિયોને ખતરનાક ગણાવ્યો છે. એક યુઝરે લખ્યું, 'મગરનું મોં બંધ રાખવામાં આવ્યું છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'મોગલીના નાના ભાઈ', જ્યારે અન્ય એક યુઝરે મજાક કરતા લખ્યું, 'ભાઈએ બગીચામાં પ્રાણી સંગ્રહાલય ખોલ્યું છે.'

Tags :