લેફ્ટનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે બનશે દેશના આગામી સેના પ્રમુખ
નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર 2019, સોમવાર
લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દેશના નવા સેના પ્રમુખ બનશે. લેફ્ટનન્ટ જનરલ એમએમ નરવણેને ચીફ આર્મી સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય સેના પ્રમુખ બિપિન રાઉતની જગ્યાએ હવે મનોજ મુકુંદ નરવણે કાર્યભાર સંભાળશે. તેઓ હાલ સેનાના ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે.
લેફ્ટનન્ટ જનરલ નરવણે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઈફલ્સ બટાલિયન અને પૂર્વી મોર્ચે ઈન્ફ્રેંટી બ્રિગેડની કમાન સંભાળી ચૂક્યા છે. તેઓ શ્રીલંકામાં ઈન્ડિયન પીલ કીપિંગ ફોર્સનો હિસ્સો હતા અને ત્રણ વર્ષ સુધી મ્યાંમારમાં પણ રહ્યાં. લેફ્ટનન્ટ જનરલ નરવાણે નેશનલ ડિફેન્સ એકેડમી(NDA) અને ભારતીય સેન્ય એકેડમી(IMA)માંથી પાસ આઉટ છે.
નોંધનીય છે કે, આર્મી ચીફ જનરલ બિપિન રાઉત 31 ડિસેમ્બરે સેવાનિવૃત્ત થવાના છે. સપ્ટેમ્બરમાં ઉપ સેનાધ્યક્ષના રૂપમાં કાર્યભાર સંભાળ્યા પહેલાં લેફ્ટનન્ટ જનરલ નરવણે સેનીની પૂર્વી કમાનની કમાન સંભાળી રહ્યાં હતા. પૂર્વી કમાન ભારતની ચીન સાથે લગભગ 4000 કિલોમીટરની સરહદની દેખરેખ કરે છે.