Get The App

એક લીંબુની કિંમત રૂ. 13 હજાર, મંદિર દ્વારા આયોજિત હરાજીમાં વેચાયું, જાણો કેમ છે ખાસ

Updated: Mar 1st, 2025

GS TEAM


Google News
Google News
Lemon Auctioned for Rs.13,000


Lemon Auctioned for Rs.13,000: એક સામાન્ય લીંબુ, જેની કિંમત માત્ર 2 અથવા 3 રૂપિયા હોય છે, ત્યારે તમિલનાડુના ઈરોડ જિલ્લામાં માત્ર એક લીંબુની હરાજી રૂ. 13,000માં થઈ હતી. આ લીંબુ આટલી ઊંચી કિંમતે વેચવામાં આવ્યું કારણ કે તેનો ઉપયોગ ગામના મંદિરમાં ધાર્મિક વિધિમાં કરવામાં આવતો હતો. 

13,000 રૂપિયામાં લીંબુ ખરીદ્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહા શિવરાત્રિ પર્વની પરંપરા મુજબ બુધવારે મધ્યરાત્રિએ તમિલનાડુના વિલક્કેથી ગામમાં પઝમથિન્ની કરુપ્પા ઇશ્વરન મંદિરમાં હરાજી કરવામાં આવી હતી. જેમાં, ભક્તો મુખ્ય દેવતાની મૂર્તિ પર મૂકવામાં આવેલી પવિત્ર વસ્તુઓ માટે બોલી લગાવે છે, આ હરાજીમાં લીંબુ, ચાંદીની વીંટી અને ચાંદીનો સિક્કો સામેલ છે. આ વખતે થંગારાજ નામના વ્યક્તિએ રૂ. 13,000 માં લીંબુ ખરીદ્યું, જ્યારે અરાચલુરના ચિદમ્બરમે રૂ. 43,100માં ચાંદીની વીંટી ખરીદી.

આ પણ વાંચો: 'હવે મોત સિવાય મારી સામે કોઈ વિકલ્પ નથી..' ગર્લફ્રેન્ડના ટોર્ચરથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું

અગાઉ પણ લીંબુની ઊંચી કિંમતે થઇ છે હરાજી 

આ પહેલીવાર નથી જ્યારે મંદિરમાં ચડાવવામાં આવતા લીંબુની આટલી ઊંચી કિંમતે હરાજી કરવામાં આવી હોય. ગયા વર્ષે, તામિલનાડુના વિલુપ્પુરમ જિલ્લામાં ભગવાન મુરુગન મંદિરમાં 9 લીંબુની 2.36 લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી, જેમાંથી એક લીંબુ 50,500 રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. ભક્તો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને મંદિર પૂજામાં વપરાતી પવિત્ર વસ્તુઓને  આસ્થા અને પરંપરાનું પ્રતીક માનીને તેને ખરીદવા માટે ઊંચી બોલી લગાવે છે.

એક લીંબુની કિંમત રૂ. 13 હજાર, મંદિર દ્વારા આયોજિત હરાજીમાં વેચાયું, જાણો કેમ છે ખાસ 2 - image

Tags :