Get The App

જાણો, ભારતના એક માત્ર જવાન વિશે જેણે એરફોર્સ, આર્મી અને નેવી એમ ત્રણેય પાંખમાં ફરજ બજાવેલી,

વર્ષ ૧૯૪૨માં રોયલ ઇેડિયન એરફોર્સના પાયલોટ તરીકે જોડાયા હતા

ભાગલા પછી તેઓ ૧૯૫૧માં આર્ટિલરી રેજિમેન્ટનો ભાગ બન્યા હતા.

Updated: Jun 29th, 2022

GS TEAM

Google News
Google News
જાણો, ભારતના એક માત્ર જવાન વિશે જેણે એરફોર્સ, આર્મી અને નેવી એમ ત્રણેય પાંખમાં ફરજ બજાવેલી, 1 - image


ચંદિગઢ, 28, જૂન,2022,મંગળવાર 

ઇન્ડિયન આર્મીમાં જોડાવુંએ દેશના સેંકડો યુવકનું સપનું હોય છે પરંતુ આ સપનું દરેકનું પુરુ થઇ શકતું નથી. નિરંતર હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક કર્યા પછી નેવી,એરફોર્સ અને આર્મી એમ ત્રણ વિંગમાંથી એક માટે સફળતા મળતી હોય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતના એક માત્ર જવાન જેમણે ત્રણેય પાંખોમાં ડયૂટી કરી હતી. આમ તો સૈન્યમાં હવાઇ દળ,ભૂમિદળ અને નેવી દળ એક બીજાના પૂરક છે તેમ છતાં કામગીરી અને કાર્યશૈલી જુદી હોય છે. તેમ છતાં આ ત્રણેય પાંખોમાં ફરજ બજાવનારા એક માત્ર કર્નલ પૃથીપાલસિંહ હતા. 

 કર્નલ પૃથીપાલસિંહે વર્ષ ૧૯૪૨માં રોયલ ઇેડિયન એરફોર્સના પાયલોટ તરીકે નોકરી શરુ કરી હતી.તેઓ એ સમયે કરાંચીમાં ફલાઇટ કેડેટ હતા.એ જમાનામાં લોકો એરક્રેશથી ખૂબ ડરતા હતા. આથી પિતાની જીદ્ના કારણે તેમણે પાયલોટની નોકરી છોડી હતી. ત્યાર બાદ૧૯૪૩માં નેવીમાં જોડાયા હતા. નેવીમાં ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી નોકરી કરી હતી. ભાગલા પછી તેઓ ૧૯૫૧માં આર્ટિલરી રેજિમેન્ટનો ભાગ બન્યા હતા. તેમણે ભારત અને પાકિસ્તાન યુદ્વમાં જમ્મુ કાશ્મીર, પંજાબ અને નોર્થ ઇસ્ટમાં વર્ષો સુધી સીમા પર દેશની સુરક્ષાની જવાબદારી નિભાવી હતી.

 ૧૯૭૦માં તેઓ કર્નલના પદ પરથી નિવૃત થયા હતા. પૃથ્થીપાલ ૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્વમાં ૭૧ મીડિયમ રેજિમેંટમા ગનર ઓફિસર હતા. પોતાના ૧૦૦ વર્ષ પુરા થયા ત્યારે યુદ્વનો અનુભવ વર્ણવતા કહેલું કે પાકિસ્તાની સૈનિકો અમારી ગનની બેટરીઓ ચોરીને ભાગ્યા હતા.જયારે આ વાતની અમને જાણ થઇ ત્યારે અમે લાંબા અંતર સુધી પીછો કર્યો હતો. છેવટે તેમને ઠાર મારીને ગન બેટરીઓ પાછી લાવ્યા હતા. ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્વના હિરો ગણાતા શેમ માણેક શા અને પૃથીપાલ વચ્ચે ખૂબ સારી મિત્રતા હતી. પૃથીપાલ જયારે ઇમ્ફાલ સેકટરમાં સૈન્ય કમાંડર હતા ત્યારે માણેક શા સાથે પરીચય વધ્યો હતો. પૃથીપાલ જનરલ માણેક શા ના ખૂબજ પ્રશંસક હતા.પૃથીપાલસિંહનું 5 ડિસેમ્બર 2021માં અવસાન થયું હતું. ચંદિગઢ સેકટર-૨૫ ના સ્મશાનઘાટે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

 


Tags :