Get The App

SBIએ સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ માટે લોન્ચ કરી આ સુવિધા, માત્ર આધારકાર્ડથી થઈ જશે કામ

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ કરોડો ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરુઆત કરી છે.

નવી સુવિધામાં SBIએ તેના ગ્રાહકો માટે સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં જોડાવાની પ્રક્રિયા સરળ અને ઝડપી કરી

Updated: Aug 26th, 2023

GS TEAM


Google News
Google News
SBIએ સોશિયલ સિક્યોરિટી સ્કીમ્સ માટે લોન્ચ કરી આ સુવિધા, માત્ર આધારકાર્ડથી થઈ જશે કામ 1 - image
Image Twitter 

તા. 26 ઓગસ્ટ 2023, શનિવાર

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ કરોડો ગ્રાહકો માટે એક નવી સુવિધાની શરુઆત કરી છે. આ સુવિધાનો લાભ એ ગ્રાહકોને મળશે, જે કોઈ સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં જોડાવા માંગતા હોય, નવી સુવિધામાં SBIએ તેના ગ્રાહકો માટે સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં જોડાવા સરળ અને ઝડપી કરી દીધી છે. 

SBIના CSP પર મળશે સુવિધા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ સુવિધાની શરુઆત 25 ઓગસ્ટના રોજ કરી હતી. તેની શરુઆત એસબીઆઈના ચેરમેન દિનેશ ખારાએ કરી હતી. જેમા એસબીઆઈના ગ્રાહક આધારકાર્ડ દ્વારા સામાજિક સુરક્ષા યોજનાઓમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. એસબીઆઈના દરેક ગ્રાહકોને આ સુવિધા બેંકના કસ્ટમર સર્વિસ પોઈન્ટ એટલે કે દરેક CSP પર મળી રહેશે.

હવે નહી જરુર પડે પાસબુકની 

ચેરમેન ખારાએ આ નવી સુવિધાની જાહેરાત કરતા કહ્યુ હતું કે, તેમનું લક્ષ્ય વિવિધ સામાજીક સુરક્ષા યોજનાઓમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવવા માટે છે. બેંકે જણાવ્યું કે ગ્રાહકોના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના (PMJJB), પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના  જેવી યોજનાઓમાં રજીસ્ટ્રેશન માટે ગ્રાહકોએ ગ્રાહક સેવા કેન્દ્રો પર માત્ર આધાર કાર્ડ લઈ જવાથી થઈ જશે. ગ્રાહકોએ હવે નવા કામો માટે CSP પર પાસબુક લઈ જવાની જરુર નથી. 

 

Tags :