લેંબોર્ગિનીએ ભારતમાં લોન્ચ કરી Urus S SUV કાર, કિંમત 4.18 કરોડ
નવી મુબંઇ,તા. 13 એપ્રિલ 2023, ગુરુવાર
લક્ઝરી સ્પોર્ટ્સ કાર નિર્માતા લેમ્બોર્ગિની ઇન્ડિયાએ આજે નવી SUV Urus S લોન્ચ કરી છે. નવી SUV સ્ટાન્ડર્ડ Urus અને Urus Performate વચ્ચે ફિટ થશે.
Urus S
Urus S પ્રમાણભૂત Urus નું ડેવસેપ્ડ મોડેલ છે. તેના આગળ અને પાછળના બમ્પર્સની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ તેની મસ્ક્યુલર ડિઝાઇન જાળવી રાખવામાં આવી છે. વ્હીલ આર્ચને ટ્વિક કરવામાં આવી છે અને કાર્બન ફાઇબર હૂડને હવે બોડી કલરથી રંગવામાં આવ્યો છે.
આ SUVના આગળના ભાગમાં મેટલ સ્કિડ પ્લેટ અને 21-ઇંચ અથવા 23-ઇંચ વ્હીલ્સનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમાં અપડેટેડ ઇન્ટિરિયર થીમ આધારિત ફિનિશનો વિકલ્પ પણ મળે છે. તેના લેધર અને ટ્રીમ એલિમેન્ટ્સને પણ અપડેટ કરવામાં આવ્યા છે.
ઉરુસ એસ એન્જિન
ઉરુસ એસ પર્ફોમન્શવાળા 4.0-લિટર, ટ્વીન-ટર્બોચાર્જ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 657 hp પાવર અને 850 Nm ટોર્ક જનરેટ કરે છે. 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ તમામ વ્હીલ્સને પાવર મોકલે છે.
તે દરેક વ્હીલ પર લિમિટ-સ્લિપ ડિફરન્સિયલ અને ડાયનેમિક ટોર્ક ડિસ્ટ્રિબ્યુશન મળે છે. આ કાર માત્ર 3.5 સેકન્ડમાં 0-100 kmphની સ્પીડ મેળવી લે છે. તેની ટોપ સ્પીડ 305 kmph છે. જ્યારે Urus પર્ફોર્મન્ટ માત્ર 3.3 સેકન્ડમાં 0-100 kmph થી વેગ આપે છે અને તેની ટોપ સ્પીડ 306 kmph છે.
Urus S બ્રેકિંગ સિસ્ટમ
આ કારમાં સ્ટાન્ડર્ડ 21 ઇંચના વ્હીલરને Pirelli P જીરો ટાયરની સાથે આપવામાં આવ્યો છે. જેમાં 440 mm ફ્રન્ટ કાર્બન સિરામિક બ્રેક ડિસ્ક (CCB) અને 370 mm કાર્બન સિરામિક બ્રેક ડિસ્ક આપવામાં આવ્યા છે. Urus Sની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 85 લિટર છે.
ભારતમાં નવી 2023 Urus Sની એક્સ-શોરૂમ કિંમત 4.18 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તે Bentley Continental GT, Ferrari Portofino, Aston Martin DB11, Ferrari F8 Tributo, Bentley Continental Flying Spur અને Bentley Bentayga જેવી કાર સાથે કોમ્પીટીશન કરશે.