ભૂતના ડરથી લાલુના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે છોડ્યો સરકારી બંગલો
- નીતિશ કુમાર અને સુશીલ મોદી બંગલામાં ભૂત મૂકીને ગયા છે: તેજપ્રતાપ યાદવ
- મારી પાસે બંગલો છે જ મારે સરકારી ભીખ જોઈતી નથી: તેજપ્રતાપ યાદવ
નવી દિલ્હી, તા. 20 ફેબ્રુઆરી 2018 મંગળવાર
રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને બિહારના પૂર્વ મંત્રી તેજપ્રતાપ યાદવે ભૂત-પ્રેતના ડરથી સરકારી બંગલો છોડી દીધો છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર અને સુશીલ મોદીએ તેમના સરકારી બંગલામાં ભૂત મૂકીને ગયા છે. જેના કારણે તેમણે સરકારી બંગલો ખાલી કરી દીધો છે. તેમણે કહ્યું કે તેમની પાસે પહેલેથી જ બંગલો છે મને કોઈ સરકારી ભીખની જરૂર નથી.
આ નિવેદન બાબતે જદયુએ પલટવાર કરતા કહ્યું કે તેમને ક્યા જરૂર છે નરપિશાચો પર ભૂત પિશાચ છોડવાની. ઘણી મુશ્કેલી બાદ તો સૌને આટલા મોટા ભૂતથી છૂ્ટકારો મળ્યો છે. હવે પાછા ભૂતની પાસે રહેવા માંગતા નથી.