Get The App

લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ 1 - image


Land For Job Scam: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે જમીનના બદલે નોકરી કૌભાંડમાં ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન.કોટિશ્વરની પીઠ આ મામલે 18 જુલાઈએ સુનાવણી કરી શકે છે.

29 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, કાર્યવાહી પર રોક લગાવવા માટે કોઈ નક્કર કારણ નથી. હાઈકોર્ટ યાદવની અરજી પર સીબીઆઈની નોટિસ જાહેર કરી અને સુનાવણી 12 ઓગસ્ટ માટે નક્કી કરી.

આરજેડી વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે જમીનના બદલે નોકરી મામલે ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન કોટિશ્વર સહની પીઠે આ મામલે 18 જુલાઈએ સુનાવણી કરી શકે છે.

દિલ્હી હાઈકોર્ટે 29 મેના રોજ કહ્યું હતું કે, કાર્યવાહી પર રોક લગાવવા માટે કોઈ નક્કર કારણો નથી. હાઈકોર્ટે લાલુ પ્રસાદ યાદવની અરજી પર સીબીઆઈને નોટિસ જાહેર કરી અને સુનાવણી 12 ઓગસ્ટ માટે નક્કી કરી.

આ મામલે ભારતીય રેલ્વેના પશ્ચિમ મધ્ય ઝોનમાં ગ્રુપ-ડી નિમણૂકો સાથે સંબંધિત છે, જે 2004 થી 2009 દરમિયાન જબલપુર (મધ્યપ્રદેશ) માં લાલુ પ્રસાદ રેલ્વે મંત્રી હતા ત્યારે કરવામાં આવી હતી. એવો આરોપ છે કે આ નિમણૂકોના બદલામાં ભરતી કરનારાઓએ લાલુના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીનના ટુકડા આપ્યા હતા અથવા ટ્રાન્સફર કર્યા હતા.

આ કેસ ભારતીય રેલ્વેના પશ્ચિમ મધ્ય ઝોનમાં ગ્રુપ-ડી નિમણૂકો સાથે સંબંધિત છે, જે 2004 થી 2009 દરમિયાન જબલપુર (મધ્યપ્રદેશ) માં લાલુ પ્રસાદ રેલ્વે મંત્રી હતા ત્યારે કરવામાં આવી હતી. એવો આરોપ છે કે આ નિમણૂકોના બદલામાં ભરતી કરનારાઓએ લાલુના પરિવાર અથવા સહયોગીઓના નામે જમીન આપી હતી અથવા ટ્રાન્સફર કર્યા હતા.

Tags :