લખીમપુર ખિરિ હિંસા કેસમાં ઉ.પ્ર. સરકાર સુપ્રીમ સમક્ષ ઘૂંટણીયે
તપાસ કરી રહેલા તમામ અધિકારીઓને બદલી નાંખવા તાકીદ
રાજ્યની પોલીસ દ્વારા થતી તપાસ ઉપર સુપ્રીમ દ્વારા નિયુક્ત જજ દેખરેખ રાખશે
નવી દિલ્હી : ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમ્યાન લખીમપુર ખિરિ પાસે ખેડૂતો ુપર થયેલી હિંસાના કેસમાં ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમ કો4ટ સમક્ષ નમતુ જોખવાનુ પરજ પડી હતી, કેમ કે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગહેશન ટીમ (એસઆઇટી) દ્વારા થઇ રહેલી તપાસ બાબત ઘેરી આશંકા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને સૂચન કર્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા નિયુક્ત એસઆઇટી દ્વારા જે તપાસ થઇ રહી છે તેના ઉપર કોઇ એક ભૂતપૂ4વ જજ સંપૂર્ણ દેખરેખ રાખવી જોઇએ.
ઉત્તર પ્રદેશની સરકારે સુપ્રીમ કોર્ટના આ સૂચન સાથે સંમતિ દર્શાવી હતી, કેમ કે સંમતિ નહી દર્શાવવાનો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થઇ શકે તેમ નહોતો, કેમ કે જો તે સંમતિ ના દર્શાવે તો પૂરવાર થઇ જાય કે તેની એસિઆટી દ્વારા થઇ રહેલી તપાસ ન્યાયી અને તટસ્થ નથી. ઉલ્લેખનીય છે કે ગત 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખિરિ ખાતે થયેલી હિંસામાં ચાર ખેડૂત સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા.
ઉત્તર પ્રદેશ સરકારે સંમતિ દર્શાવી છે એ વાતની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે હાલની એસઆઇટીમાં સમાવિષ્ટ અધિકારીઓ નીચલી રેન્કના છે તે બાબતે સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી હતી અને આ તપાસ માટે કેટલાંક આઇપીએસ અધિકારીઓના નામ સૂચવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા જે આઇપીએસ અધિકારીઓના નામ સૂચવવામાં આવે તે ભલે ઉત્તર પ્રદેશ કેડરના હોય પરંતુ તે ઉત્તર પ્રદેશના વતની હોવા જોઇએ નહીંમ્મુખ્ય ન્યાયમૂર્તિએ રાજ્ય સરકારના વકીલને આ અધિકારીઓના નામ આવતીકાલ સુધીમાં આપી દેવાની તાકીદ કરી હતી.