Get The App

લદ્દાખમાં '3 ઈડિયટ્સ' ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
Sonam Wangchuks Institute in Ladakh
(IMAGE - IANS)

Sonam Wangchuks Institute in Ladakh: લદ્દાખ પ્રશાસને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ (HIAL) નામની સંસ્થાને વર્ષ 2018માં 135 એકરની જમીન ફાળવી હતી. હવે પ્રશાસન દ્વારા આ ફાળવણી રદ કરવામાં આવી છે. શિક્ષણ સુધારક સોનમ વાંગચુક છેલ્લા ત્રણ વર્ષથી લદ્દાખમાં વિરોધ પ્રદર્શનોનું મુખ્ય ચહેરો રહ્યા છે. તાજેતરમાં, તેઓ આ વિસ્તાર માટે બંધારણીય સુરક્ષાની માંગણીને લઈને કારગિલમાં ત્રણ દિવસના ભૂખ હડતાળમાં પણ જોડાયા હતા.

લદ્દાખની બંધારણીય સુરક્ષા માટે વિરોધ પ્રદર્શન 

તેમજ વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો (કલમ 370) રદ કરવામાં આવ્યો અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો, ત્યારે અહીંના નાગરિક જૂથોએ પોતાની જમીન, સંસ્કૃતિ અને રોજગારના અવસરને બચાવવા માટે રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ (લદ્દાખ માટે આદિવાસી દરજ્જો) જેવી માંગણીઓ સાથે અનેક વખત વિરોધ પ્રદર્શન કર્યા છે.

જમીન ફાળવણી રદ કરવાના કારણો

લેહના ડેપ્યુટી કમિશનર રોમિલ સિંહ ડોંક દ્વારા 21 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અલ્ટરનેટિવ લર્નિંગ (HIAL)ને ફાળવવામાં આવેલી 1076 કનાલ અને 1 મરલા (લગભગ 135 એકર) જમીન 'રાજ્ય એટલે કે LAHDC (લેહ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ)ની છે અને લેહના મામલતદાર, કાયદાની જોગવાઈઓ અનુસાર રાજ્યની જમીન પરથી તમામ અતિક્રમણ દૂર કરશે અને તે મુજબ મહેસૂલ રેકોર્ડમાં નોંધ કરશે.'

આદેશમાં કહેવામાં આવ્યું છે કે ફ્યાંગમાં જમીન HIALને 40 વર્ષના લીઝ પર આપવામાં આવી હતી, પરંતુ તેનો ઉપયોગ નિર્ધારિત હેતુ માટે થયો નથી, કારણ કે આજ સુધી ત્યાં કોઈ માન્ય યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવી નથી.

આ ઉપરાંત આદેશમાં વધુમાં જણાવાયું છે કે, 'રેકોર્ડ મુજબ, ફાળવેલ જમીન સંબંધિત કોઈ લીઝ કરાર કરવામાં આવ્યો નથી અને આજ સુધી લેહના મામલતદાર દ્વારા જમીનનું કોઈ ઔપચારિક હસ્તાંતરણ કે અધિકરણ કરવામાં આવ્યું નથી.'

આ પણ વાંચો: યુપીના સીએમ યોગી પર બની ફિલ્મ, વિવાદ થતાં મામલો હાઈકોર્ટ પહોંચ્યો, જાણો શું છે કારણ

આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, 'જમીન ફાળવવાનો આદેશ 5 મે, 2019ના રોજ સમાપ્ત થઈ ગયો હતો અને તેને રદ માનવામાં આવે છે, કારણ કે આદેશ જાહેર થયાની તારીખથી એક વર્ષની અંદર લીઝ ડીડની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.'

સોનમ વાંગચુકનો આ મામલે સંપર્ક થઈ શક્યો નથી

આ મામલે સોનમ વાંગચુકનો સંપર્ક થઈ શક્યો નથી. તેમની સંસ્થા HIAL નો ઉદ્દેશ્ય લદ્દાખને પર્વત પ્રદેશો માટે એક ટકાઉ આર્થિક મોડેલ તરીકે વિકસાવવાનો છે, જ્યાં બાળકોને પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવાની શિક્ષણ મળે.

લદ્દાખમાં '3 ઈડિયટ્સ' ફેમ સોનમ વાંગચુકની સંસ્થાની જમીન ફાળવણી રદ 2 - image

Tags :