કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકોનું એડમિશન કરાવવું છે? તો જાણી લો આખી પ્રક્રિયા
કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1થી 12 સુધીની પ્રક્રિયા સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં શરુ થાય છે
સૌથી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પૂર્વ સૈનિકોના બાળકોને તક અપાય છે
Image Envato |
તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
KVS Admission 2024: દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમના બાળકો સારી સ્કૂલમા ભણે. અને દેશમા સારી અને ઓછી ફી વસૂલતી સ્કૂલોની વાત કરવામાં આવે તો તેમા કેન્દ્રીય વિદ્યાલયનું નામ ટોચે આવે છે. કેટલાક લોકોને તેના વિશે માહિતી હોય છે પરંતુ ઘણાં લોકો એવા હોય છે કે જેમને કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકોના એડમિશન પ્રક્રિયા નથી હોતી. આવો જાણીએ કે કેવીએસમાં બાળકોને એડમિશન માટે શું છે સંપૂર્ણ પ્રક્રિયા અને તેની ફી...
કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની પ્રક્રિયા
કેન્દ્રીય વિદ્યાલયમાં પહેલા ધોરણથી 12માં ધોરણ સુધીની પ્રક્રિયા સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં શરુ થાય છે અને તે એપ્રિલ સુધી ચાલે છે. એકેડેમિક સેશન 203-24ની પ્રક્રિયા ફેબ્રુઆરીમાં શરુ થઈ હતી. આ પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન સિસ્ટમથી થાય છે. તેમાં કેટેગરી પ્રમાણે એડમિશન અપાય છે, જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીના બાળકોને એડમિશનમાં પ્રાથમિકતા અપાય છે. આ સિવાય ધોરણ 2થી 12 સુધીનું એડમિશન ઓફલાઈન હોય છે.
જે લોકો તેમના બાળકોને કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવા માંગતા હોય તેમને કેવીએસની વેબસાઈટ kvsonlineadmission.kvs.gov.in પર જઈ ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ ફ્રીમાં ઉપલ્બધ છે.
ધોરણ 2થી ઉપરના વિદ્યાર્થીઓ માટે આ રીતે થાય છે એડમિશન
ધોરણ 2 અને તેનાથી ઉપરના ધોરણના વિદ્યાર્થીઓના એડમિશનની પ્રક્રિયા બે રીતે થાય છે. ધો. 2થી આઠમા સુધી પ્રાથમિક વિભાગ અને ઓફલાઈન લોટરી સિસ્ટમના આધારે એડમિશન અપાય છે. જ્યારે ધો. નવ અને 11માં એડમિશન માટે ટેસ્ટ લેવામાં આવે છે. જોકે 2023માં દિલ્હીમાં ધો. 9ના એડમિશન માટે પ્રવેશની પરીક્ષાનો નિયમ હટાવી લેવાયો હતો. તેના બદલે પ્રાથમિક સ્તરે જે નિયમ હતો તે જ લાગુ કરાયો હતો.
અગાઉ સાંસદોને તેમના મત વિસ્તારમાં આવતી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનનો ક્વૉટા ફાળવાયો હતો, પરંતુ તે નિયમ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે.
કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનમાં પ્રાથમિકતા માટેનો નિયમ
- સૌથી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પૂર્વ સૈનિકોના બાળકોને તક આપવામાં આવે છે.
- કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પૂર્વ સૈનિકોના બાળકોને પ્રવેશ માટે પ્રાથમિકતા અપાશે. જેમાં એ વિદેશી અધિકારીઓના બાળકોનો પણ સમાવેશ કરાશે, જે ભારત સરકારના આમંત્રણ પર ડેપ્યુટેશન અથવા ટ્રાન્સફરના આધારે ભારતમાં કામ કરે છે.
- ત્યાર પછી ભારત સરકારની સ્વાયત્ત સંસ્થાઓ/ જાહેર એકમો/ ભારત સરકારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કામ કરતા બાળકોને પ્રાથમિકતા અપાશે.
- ત્યાર પછી રાજ્ય સરકારના કર્મચારીઓના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
- જે રાજ્યમાં કેન્દ્રીય વિદ્યાલય હોય, ત્યાંની જાહેર એકમો અને સ્વાયત્ત સંસ્થાના કર્મચારીઓના બાળકોને પ્રાથમિકતા અપાય છે.
- અન્ય કેટેગરી અને વિદેશીઓને પણ કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાય છે.
એડમિશન માટે ઉંમરની મર્યાદા
કેન્દ્રીય વિદ્યાલય કેટલી ફી ભરવાની હોય છે.
કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે જરૂરી દસ્તાવેજોની યાદી
1. જન્મ પ્રમાણપત્ર
2. રહેઠાણનો પુરાવો (લાઈટબિલ, ટેક્સ બિલ વગેરે )
3. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
4.SC/ST/OBC સર્ટિફિકેટ (જો અનામત શ્રેણીમાં આવતા હોય તો)
5.EWS/BPL સર્ટિફિકેટ (જો લાગુ હોય તો)
6. જેને માત્ર એક જ સંતાન છોકરી હોય તો તેનું એફિડેવિટ
7. કર્મચારીની નોકરીનું સર્ટિફિકેટ
8. બાળકના માતા-પિતા અને દાદા-પિતાના સંબંધનું સર્ટિફિકેટ