કુંભ મિલન: 27 વર્ષ બાદ પતિ અઘોરીના રૂપમાં મળ્યો, પરિવારની ડીએનએ ટેસ્ટની માંગ
Maha Kumbh 2025 | આપણે ઘણાં લોકોને મજાક કરતા સાંભળ્યા છે કે, કુંભના મેળામાં ખોવાઈ ગયા હતા કે શું? પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આ ઘટના સાચી ઠરી હતી. ઝારખંડના એક પરિવારનું 27 વર્ષ બાદ મિલન થયું હતું. પરંતુ, વિવાદને કારણે આ મામલો ચર્ચામાં આવ્યો છે.
પરિવારનો દાવો છે કે, 1998માં ગુમ થયેલા ગંગાસાગર યાદવ હવે અઘોરી સાધુ બની ગયા છે. 1998માં પટણા જવા નીકળ્યા બાદ ગુમ થયેલા ગંગાસાગરની 27 વર્ષ સુધી કોઈ ખબર મળી નહતી. 65 વર્ષના ગંગાસાગરને તેમના ભક્તો બાબા રાજકુમારના નામથી ઓળખે છે. તેમની પત્ની ઘનબા દેવીએ બે દીકરાઓ કમલેશ અને વિમલેશનો ઉછેર કર્યો હતો.
ગંગાસાગરના નાના ભાઈ મુરલીએ કહ્યું કે, અમે તેમને ફરી જોવાની આશા ખોઈ ચૂક્યા હતા. પરંતુ, નજીકના સગાએ તેમનો ફોટો મોકલ્યો હતો. પરિવાર તેમનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી રહ્યો છે. જ્યારે, બાબાએ કહ્યું કે, તેઓ વારાણસી સ્થિત સાધુ છે અને તેમણે તેમની સાઘ્વીએ પહેલા કોઈપણ વ્યક્તિ સાથે સંબંધ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. પરિવારે કહ્યું કે, બાબા રાજકુમારના માથા અને ધુટણ પર ઈજાના નિશાન ગંગાસાગર યાદવ સાથે મળતા આવે છે. પરિવારના સદસ્યો રાજકુમાર અને સાઘ્વી પર નજર રાખી રહ્યાં છે.