India

રશિયન યુવતી 'કોકો' એ ભારત છોડવાનો નિર્ણય કર્યો, કહ્યું - મારે એ અધિકારીને નથી મળવું

By GS TEAM
1 Oct 20252 mins read
TukuTouch Logo
રશિયન ઈન્ફ્લુએન્સર ક્રિસ્ટિના ઉર્ફે કોકો ઈન ઈન્ડિયાએ ભારતને અલવિદા કહેવાનો નિર્ણય લઈ લીધો છે. વિઝા એક્સ્ટેંશન માટે અરજી દરમિયાન FRRO (ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ) ઓફિસમાં દુર્વ્યવહારનો આરોપ લગાવનારી ક્રિસ્ટિનાએ રડતા-રડતા જણાવ્યું કે, ફરીથી તે મહિલા અધિકારીને મળવા નથી માગતી.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયન યુવતી 'કોકો' એ ભારત છોડવાનો નિર્ણય કર્યો, કહ્યું - મારે એ અધિકારીને નથી મળવું

Russian Girl Kristina Leaving India After frro Dispute: રશિયન ઈન્ફ્લુએન્સર ક્રિસ્ટિના ઉર્ફે કોકો ઈન ઈન્ડિયાએ ભારતને અલવિદા કહેવાનો નિર્ણય લઈ લીધો છે. વિઝા એક્સ્ટેંશન માટે અરજી દરમિયાન FRRO (ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ) ઓફિસમાં દુર્વ્યવહારનો આરોપ લગાવનારી ક્રિસ્ટિનાએ રડતા-રડતા જણાવ્યું કે, ફરીથી તે મહિલા અધિકારીને મળવા નથી માગતી. તેથી તેણે વિઝા એક્સ્ટેંશનને બદલે એક્ઝિટ પરમિટ માટે અરજી કરી અને તે તાત્કાલિક મંજૂર થઈ ગઈ હોવાથી હવે તે રશિયા પરત ફરી રહી છે. તેને 12 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની પરવાનગી આપવામાં આવી છે.

ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર 'કોકો ઈન ઈન્ડિયા' તરીકે જાણીતી ક્રિસ્ટિનાના લાખો ફોલોઅર્સ છે. પ્રેમ મેળવવા માટે રશિયાથી ભારત આવેલી ક્રિસ્ટિના 2021થી 2025 સુધી ભારતમાં રહી. તેનું કહેવું છે કે, મને ભારત અને અહીંની જીવનશૈલી સાથે એટલો લગાવ થઈ ચૂક્યો હતો કે, બોયફ્રેન્ડથી અલગ થયા પછી પણ હું અહીં જ રહી. ભારત છોડવા અંગે માહિતી આપતા એક વીડિયોમાં ક્રિસ્ટિનાએ કહ્યું કે હું રશિયાની નાગરિક છું અને પોતાના દેશને પ્રેમ પણ કરું છું પરંતુ મને રશિયા કરતાં ભારતમાં રહેવું વધુ ગમતું હતું અને તેથી હું અહીં રહેવા માંગતી હતી.

ક્રિસ્ટિનાએ અગાઉ ત્રણ વીડિયો જારી કરીને આરોપ લગાવ્યો હતો કે, FRRO ઓફિસમાં એક મહિલા અધિકારીએ તેને પૂછ્યું હતું કે તું અલગ-અલગ હોટલમાં કેમ જાય છે. તેના ફોનમાં તેની પર્સનલ ચેટ પણ જોઈ હતી. કોકોએ કહ્યું કે 'હું મારા બોયફ્રેન્ડ સિવાય ક્યારેય કોઈની સાથે હોટલમાં નથી ગઈ. તેણે પુરાવા માગતા કહ્યું કે જો આવા પુરાવા કોઈપણ હોટલના રેકોર્ડમાં મળશે તો હું વેશ્યા હોવાનો સ્વીકાર કરી લઈશ.' એક નવા વીડિયોમાં કોકોએ રડતા એ બાબત પર દુ:ખ વ્યક્ત કર્યું કે, 'કેટલાક લોકોએ કોમેન્ટમાં મને પોર્ન સ્ટાર અને વેશ્યા કહી હતી, પરંતુ મેં ક્યારેય આવું કંઈ નથી કર્યું.'

દુર્ગા પૂજા અને છઠ માટે બિહાર જવાની ઈચ્છા અધૂરી રહી ગઈ

કોકોએ ભીની આંખે કહ્યું કે, 'છઠ પૂજા માટે બિહાર જવાની મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, પરંતુ હું મારા જીવનમાં ક્યારેક તો પાછી આવીશ. અહીં મારા ચાર વર્ષ ખૂબ જ શાનદાર રહ્યા. મુશ્કેલીઓ છતાં મેં અહીં મારી યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ ચેનલો બનાવી. મેં હિન્દી શીખી. અહીં મને મિત્રતાનો અર્થ સમજાયો, પ્રેમ શું છે તે જાણવા મળ્યું. હું ભાગ્યશાળી હતી કે મારી પાસે એવા લોકો મળ્યા જે મને પ્રેમ કરતા હતા અને જેમને હું પ્રેમ કરતી હતી અને હજુ પણ કરું છું. હું દુર્ગા પૂજા અને છઠ માટે બિહાર જવા માગતી હતી. પણ હું જઈ શકી નહીં. મને આશા છે કે મારા જીવનમાં ફરી પાછી આવીશ.'