Get The App

મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડી, હૉસ્પિટલમાં સારવાર હેઠળ 1 - image


Kokilaben Ambani Health Updates: દેશના ટોચના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના માતા કોકિલાબહેન અંબાણીની તબિયત અચાનક લથડતાં હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ છે. શુક્રવારે તેમની તબિયત બગડતાં તેમને મુંબઈની એચએન રિલાયન્સ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં ડૉક્ટરોની ટીમ તેમની વિશેષ સંભાળ લઈ રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આ મામલે હજી સુધી હૉસ્પિટલ કે અંબાણી પરિવારે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

91 વર્ષીય કોકિલાબહેનના જરૂરી મેડિકલ ટેસ્ટ કરાયા

ડૉક્ટરે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે, 91 વર્ષીય કોકિલાબહેનને શારીરિક નબળાઈ આવતાં તેમને હૉસ્પિટલ લવાયા હતા. હાલ તેમની સારવાર ચાલુ છે. તેમના જરૂરી મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઍરપોર્ટ પર નાનો દીકરો અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી ભાવુક દેખાયા હતા. તેઓ હૉસ્પિટલ પહોંચ્યા હતા. 

અબજોની સંપત્તિના માલિક કોકિલાબહેન

કોકિલાબહેન અંબાણી દેશના સૌથી ધનિક પરિવારના વરિષ્ઠ સભ્ય છે. તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના 1.57 કરોડથી વધુ શેર છે. જેની કિંમત આશરે રૂ. 18000 કરોડ આંકવામાં આવી છે. તેમણે 1955માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતાં. તેમના ચાર બાળકો મુકેશ, અનિલ, નીના અને દીપ્તિ છે. 


Tags :