Get The App

World Radio Day: જાણો શા માટે મનાવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ

Updated: Feb 13th, 2021

GS TEAM

Google News
Google News
World Radio Day: જાણો શા માટે મનાવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ 1 - image

નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2021, શનિવાર

13મી ફેબ્રુઆરીએ દર વર્ષે વિશ્વ રેડિયો દિવસ મનાવવામાં આવે છે. એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું. માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું.

દુનિયાભરમાં માહિતાના આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે. તેનો ઉપયોગ યુવાનો તે વિષયોની ચર્ચામાં સામેલ  કરવામાં આવ્યો જે તેને પ્રભાવિત કરે છે. તેનાથી પ્રાકૃતિક અને માનવ નિર્મિત આપદાઓ દરમિયાન લોકોના જીવ બચાવવામાં મદદ મળી. રેડિયો પત્રકારો માટે એક પ્લેટફોર્મ હતું જેના માધ્યમથી તેઓ પોતાનો રિપોર્ટ દુનિયા સુધી પહોંચાડતા હતા.

હાલના સમયમાં પણ રેડિયો સૌથી શક્તિશાળી પરંતુ સસ્તું માધ્યમ છે. જોકે રેડિયો સદીઓ જુનું માધ્યમ થઈ ગયું પરંતુ હજુ પણ સંચાર માટે તેનો ઉપયોગ થાય છે. એ સિવાય 1945માં આ દિવસે યૂનાઈટેડ નેશન્સ રેડિયો પરથી પહેલીવાર પ્રસારણ થયું હતું. રેડિયોના આ મહત્વને જોતા દર વર્ષે રેડિયો દિવસ મનાવવામાં આવે છે. ઔપચારિત રૂપથી પહેલો રેડિયો દિવસ વર્ષ 2012માં મનાવવામાં આવ્યો.

સ્પેન રેડિયો એકેડમીએ 2010માં પહેલીવાર તેનો પ્રસ્તાવ રાખ્યો હતો. 2011માં યૂનેસ્કોની મહાસભાના 36માં સત્રમાં 13મી ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવામાં આવ્યો. 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ તરીકે યૂનેસ્કોની જાહેરાતને સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ 14 જાન્યુઆરી 2013ના રોજ મંજુરી આપી.

દર વર્ષે યૂનેસ્કો દુનિયાભરના બ્રોડકાસ્ટર્સ, સંગઠનો અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસે અનેક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે સંચાર માધ્યમ તરીકે રેડિયોની મહત્તા વિશે સ્વસ્થ ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતતા ફેલાવવામાં આવે છે. વર્લ્ડ રેડિયો દિવસ 2020ની થીમ 'રેડિયો અને વિવિધતા' છે.

Tags :