app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

જાણો, બુધની મંઝિયાનને કેમ કહેવામાં આવતી હતી નેહરુની આદિવાસી પત્ની, તાજેતરમાં 80 વર્ષે થયું અવસાન

બુધનીનું અવસાન થતા સ્મારક તૈયાર કરવાની માંગ ઉઠી

નહેરુએ સહજભાવે ફૂલોનો હાર પહેરાવ્યો તે જીવન ભર મુસિબત બન્યું

Updated: Nov 21st, 2023


નવી દિલ્હી, 21 નવેમ્બર,2023,મંગળવાર 

પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના  જાહેર જીવનનો એક એવો કિસ્સો જેના કારણે બુધની મંઝિયાન નામની આદિવાસી મહિલાને નેહરુની પત્ની ગણવામાં આવતી હતી. એક એવી ભૂલ જેના લીધે જીવનભર પોતાના સમુદાય તરફથી મેણા ટોણા સહન કરવા પડયા હતા. 17 નવેમ્બરના રોજ 80 વર્ષે બુધનીનું અવસાન થતા તેનું એક સ્મારક તૈયાર કરવું જોઇએ એવી ચર્ચા ચાલી રહી છે.

વાત એમ છે કે ૧૯૫૯માં તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ એક બંધના ઉદ્ધઘાટન માટે આવ્યા હતા. આ કાર્યક્રમમાં નેહરુએ બુધનીને ગળામાં ફૂલોનો હાર પહેરાવ્યો હતો. બુધની અને તેનો પરીવાર બંધ બનવાના લીધે વિસ્થાપિત થયેલા લોકોમાંનો એક હતો.  ડેમના નિર્માણમાં તેના પરિવારે પણ મજુરી કામ કર્યુ હતું. ૫ ડિસેમ્બર ૧૯૫૯ના રોજ ડેમના ઉદઘાટન સમયે કેટલાક શ્રમિકોને હાજર રાખવામાં આવ્યા જેમાં બુધની પણ એક હતી. બુધનીએ પંડિત નેહરુને હાર પહેરાવવાનો હતો. 

 

નહેરુએ સહજ પ્રતિક્રિયા આપીને સહજ રીતે બુધનીને હાર પહેરાવ્યો હતો. બુધનીના આદિવાસી સમુદાયે ઘટનાને ખૂબજ ગંભીરતાથી લીધી હતી. બુધની એ સમયે માત્ર ૧૬ વર્ષની હતી. બુધની સંથાલ જનજાતિની હતી. સમુદાયના પરંપરાગત સામાજીક નિયમ પ્રમાણે કોઇ ગળામાં હાર પહેરાવે એટલે લગ્ન કરે છે એમ ગણી લેવામાં આવે છે. હાર પહેરાવવાની ઘટનાને લઇને સમુદાયના લોકોએ બુધનીનો ખૂબ વિરોધ કર્યો હતો. બુધનીએ સમુદાય બહારની વ્યકિત સાથે લગ્ન કર્યા છે એવું આળ ચડાવીને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવી.

પંચેત નામના બંધનું દેશના પીએમ દ્વારા થયેલું બુધની માટે શ્રાપ બની ગયું. બુધનીએ ગામની બહાર રહેવા મજબૂર બની. ગામની બહાર તુટેલા ફુટેલા મકાનમાં રહેતી હતી. બુધનીને 60 વર્ષની પુત્રી પણ છે. કોઇ પણ પુરુષ માત્ર હાર પહેરાવે એટલે લગ્ન માની લેવા એ મોટો અન્યાય હતો. આ અન્યાયનું પરીણામ બુધની જીવનભર વેંઠારતી રહી હતી. 1985માં ઇન્દિરા ગાંધીના પુત્ર અને નેહરુના ભાણેજ રાજીવ ગાંધી વડાપ્રધાન તરીકે આસનસોલની મુલાકાત લીધી હતી. આસનસોલમાં બુધનીએ પોતાના પર ચડેલું સામાજિક આડ અને બહિષ્કાર અંગે વાત કર હતી. બુધનીને ત્યાર પછી સરકારી નોકરી મળી હતી. તેના પદ પરથી 2005માં નિવૃત થઇ હતી.


Gujarat