જાણો, બંગાળના ઉપસાગરમાં ઉદભવેલા ચકવાતનું નામ ‘મોચા’ કોણે પાળ્યું ?
મોચા યમનના એક શહેરનું નામ છે. જેને મોખા કે મોકા પણ કહેવામાં આવે છે
ચક્રવાતની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા પર થશે
નવી દિલ્હી, 8 મે,2023,સોમવાર
ઇન્ડિયન મિટિરિયોજિકલ ડિપાર્ટમેન્ટ ( ભારત હવામાન વિભાગ) દ્વારા આપવામાં આવેલા અપડેટ મુજબ બંગાળના દક્ષિણી પૂર્વમાં મોચા નામનું એક લો પ્રેશર ડેવલપ થયું છે. ‘મોચા’ ચક્રવાત ઝડપથી આગળ વધી રહયું છે જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠા પર થશે. આ અંગે અગાઉથી જ ચેતવણી આપી દેવામાં આવી છે.
આ ચક્રવાત ખૂબજ શકિતશાળી હોવાથી તેની અસર મધ્યપ્રદેશ, છતીસગઢ, બિહાર,ઝારખંડ અને પૂર્વી ઉત્તરપ્રદેશ સુધી થવાની ધારણા છે.આ દરમિયાન તેજ પવન ફુંકાવા સાથે વરસાદ પણ પડશે. હાલમાં ‘મોચા’ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેનાથી જોડાયેલા દક્ષિણ અંદામાન સાગર ઉપર સ્થિર થયું છે.
આવનારા 24 કલાકમાં ચક્રવાતની સ્થિતિનો વધું ખ્યાલ આવશે. ચક્રવાત પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ચક્રવાત તો ચક્રવાત જ હોય છે પરંતુ તેનું નામ ‘મોચા’ કેવી રીતે પડયું તે જાણવું રસપ્રદ છે.
‘મોચા’ નામ મિડલ ઇસ્ટ દેશ યમને આપ્યું છે. મોચા યમનના એક શહેરનું નામ છે. જેને મોખા કે મોકા પણ કહેવામાં આવે છે. આ શહેર કોફીના કારોબાર માટે જાણીતું છે. આ નામ પરથી મોચા કોફી નામ પડયું છે. સંયુકત રાષ્ટ્રની ઇકોનોમિક એન્ડ સોશિયલ કમીશન ફોર એશિયા એન્ડ પેસિફિક પેનલ (એસ્કેપ) ના 13 સભ્ય દેશો ચક્રવાતનું નામ પાળે છે.
¬આ સભ્ય દેશોમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાંમાર, પાકિસ્તાન, માલદીવ, ઓમાન, શ્રીલંકા, થાઇલેન્ડ, ઇરાન, કતાર, સાઉદી અરબ, યુએઇ અને યમનનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં પેદા થતા ચક્રવાતોનનામ ગ્રુપમાં સામેલ દેશો આલ્ફા બેટિકલી નામ આપે છે. જેમ કે બી થી બાંગ્લાદેશ પછી ભારત અને ઇરાન અને એમ બાકીના દેશો આવે છે.