Get The App

જાણો, ઉત્તરપ્રદેશમાં શરુ થયેલો હલાલ સર્ટિફિકેટનો વિવાદ શું છે ?

હલાલ સર્ટિફિકેટ આપનારી સંસ્થાઓ વિરુધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

ભારતમાં હલાલ સર્ટિફિકેશનને લઇને કોઇ જ કાનુની પ્રાધિકરણ અમલમાં નથી.

Updated: Nov 18th, 2023

GS TEAM

Google News
Google News
જાણો, ઉત્તરપ્રદેશમાં શરુ થયેલો હલાલ સર્ટિફિકેટનો વિવાદ શું છે ? 1 - image


લખનૌ,૧૮ નવેમ્બર,૨૦૨૩,શનિવાર 

ઉત્તરપ્રદેશમાં હલાલ પ્રમાણિત ઉત્પાદનોને આપવામાં આવતા હલાલ સર્ટિફિકેટ અંગે વિવાદ શરુ થયો છે. આ અંગે રાજયમાં યોગી સરકારે તેલ, સાબુ અને ટુથપેસ્ટ જેવા હલાલ પ્રમાણિત શાકાહારી ઉત્પાદનો પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુપી સરકાર દ્વારા કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે એટલું જ નહી લખનૌ પોલીસ કમિશ્નનરેટ દ્વારા વિભિન્ન ઉત્પાદનોને હલાલ સર્ટિફિકેટ આપનારી સંસ્થાઓ વિરુધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. 

ફરિયાદ કરનારાઓએ હલાલ સર્ટિફિકેટના કારોબારમાંથી થતી આવકનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃતિઓ કરવામાં થતી હોવાની પણ શંકા વ્યકત કરી છે. આથી યુપીમાં શરુ થયેલો હલાલ સર્ટિફિકેટ વિવાદ શું છે તે અંગે જાણવું જરુરી છે. હલાલ અરબી શબ્દ છે જેનો અર્થ જાયજ (માન્ય) એવો થાય છે. હલાલનો વિરોધી શબ્દ હરામ છે જેમાં અમાન્ય અથવા તો નિષેધની વાત છે. હલાલનો ઉપભોગ માત્ર જાનવરોને મારવા માટે જ થતો નથી પરંતુ આ કેટલાક ઉત્પાદનોના નિર્માણ માટે પણ લાગુ પડે છે. જેને ઇસ્લામિક માન્યતા મુજબ અનુકૂળ સમજવામાં આવે છે.

 હલાલ પ્રમાણપત્રનો અર્થ એવો થાય છે કે જો પણ ખાધ તૈયાર કરવામાં આવ્યું છે તે ઇસ્લામી કાનૂન મુજબનું છે. જો કોઇ પણ પ્રોડકટમાં જાનવર અથવા તો તેનાથી મળતી વસ્તુઓ સામેલ હોય છે ત્યારે તે હરામની કેટેગરીમાં આવે છે આથી તેને હલાલ સર્ટિફિકેટ મળી શકતું નથી. ભારતમાં આ સર્ટિફિકેશન સામાન્ય રીતે એક થર્ડ પાર્ટી દ્વારા આપવામાં આવે છે. કેટલાક સમય પહેલા સુપ્રિમકોર્ટમાં એક અરજી દાખલ થઇ હતી જેમાં જમીયતે ઉલેમા એ હિંદ હલાલ ટ્રસ્ટ અને જમીયત ઉલેમા એ મહારાષ્ટ્રનું નામ બહાર આવ્યું છે. ભારતમાં આને લઇને કોઇ જ કાનુની પ્રાધિકરણ અમલમાં નથી. જયારે અરબ દેશોમાં મેજીસ્ટ્રેટ હલાલ સર્ટિફિકેટ બહાર પાડે છે.  

 

Tags :