જાણો, ભારતમાં આ 3 મુસ્લિમ મહાનુભાવોએ પણ સંભાળ્યું હતું રાષ્ટ્રપતિ પદ, 1967માં ઝાકિરહુસેન હતા પ્રથમ
ઝાકિરહુસેન હોદ્દા પર હતા ત્યારે જ તેમનું અવસાન થયું હતું.
કલામ ત્રીજા મુસ્લિમ અને પ્રથમ સાયન્ટિસ્ટ અને બેચલર રાષ્ટ્રપતિ હતા
નવી દિલ્હી,25 જુલાઇ,2022,સોમવાર
તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં ભાજપ અને સાથી પક્ષોના ઉમેદવાર દ્વોપદી મૂમુનો ભવ્ય વિજય થતા તેઓ દેશના 15 માં રાષ્ટ્રપતિ પદે આરુઢ થયા છે. મુર્મૂ ભારતના આ ઉચ્ચપદ સુધી પહોંચનારા પ્રથમ આદિવાસી પણ છે. ભારતમાં 1997માં ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિ બનેલા કે આર નારાયણન દલિત સમૂદાયમાંથી આવનારા પ્રથમ મહાનુંભાવ હતા. એવી જ રીતે ભારતમાં અત્યાર સુધી 3 મુસ્લિમ મહાનુભાવો રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હતું. જેમાં પ્રથમ ઝાકિરહુસેન જયારે છેલ્લા અબ્દૂલકલામ હતા.
ઝાકિરહુસેન દેશના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ
ભારતના બંધારણમાં સર્વોચ્ચ ગણાતા રાષ્ટ્રપતિ પદ પર બિરાજવાની ત્રણ મુસ્લિમ મહાનુભાવોને પણ તક મળી હતી. ૧૩ મે ૧૯૬૭ના રોજ ઝાકિરહુસેન દેશના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યા હતા.
આ શિક્ષણવિદ અને રાજનીતિજ્ઞ રાષ્ટ્રપતિના હોદ્દા પર હતા ત્યારે જ ૩ મે ૧૯૬૯ના રોજ અવસાન થયું હતું. તેમણે 192માં અલીગઢની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીનો સંસ્થાપક માના હતા.તેઓ 1957 થી 1962 સુધી બિહારના ગર્વનર અને 1962 થી 1967 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે પણ રહયા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવસટીના વાઇસ ચાન્સેલર પણ રહયા હતા. તેમણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીથી ખૂબ પ્રભાવિત હતા.1963માં ભારત રત્ન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ફખરુદ્દિન અલી અહેમદ બીજા રાષ્ટ્રપતિ
ઓગસ્ટ ૧૯૭૪માં યોજાયેલા પ્રેસિડન્ટ ઇલેકશનમાં ઇન્ડિયન નેશનલ કૉગ્રેસે ફખરુદ્દીન અલી અહેમદને રાષ્ટ્પતિ ઉમેદવાર જાહેર કર્યા હતા. ફખરુદ્દીન અલી અહેમદ ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ થી ૧૧ ફેબુ્આરી ૧૯૭૭ સુધી દેશના રાષ્ટ્રપતિ રહયા હતા. 1952માં તે અસમથી રાજયસભાના સભ્ય તરીકે ચુંટાયા હતા. 1957 થી 1967 સુધી અસમમાં ધારાસભ્ય રહયા હતા. 1971માં તેમણે રાજકારણમાં ફરી કમબેક કર્યુ અને કેન્દ્રીય રાજનીતિમાં અનેક મંત્રાલય સંભાળ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ પદ માટે નામિત થયા તે પહેલા ખાધ અને કૃષિમંત્રીનો હવાલો સંભાળતા હતા.
ફકરુદીન અલીનો જન્મ 13 મે 1905ના રોજ દિલ્હીમાં થયો હતો પરંતુ તેમના બાપદાદાઓનું મૂળ વતન અસમ રાજયમાં ગોલાઘાટ પાસે આવેલા કચારીઘાટ હતું. પિતાનું નામ કર્નલ જલનૂરઅલી હતું. અહેમદ ગોડા જીલ્લાની સરકારી હાઇસ્કૂલ અને ત્યાર પછી દિલ્હીમાં શિક્ષણ લીધું હતું. તેઓ 1923માં ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જઇને સેંટ કેથરીન કોલેજ કેમ્બ્રીજમાં એડમિશન લીધું હતું. 1925માં ઇગ્લેન્ડમાં જવાહરલાલ નેહરુ સાથે મુલાકાત થયા પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા.તેઓ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ ફકરુદ્દીન અલી અહેમદની મંજુરી મેળવી દેશમાં કટોકટી લાદી હતી. આથી ઇમરજન્સીના રાજકારણમાં સૌથી ચર્ચિત રહયા હતા.
મિસાઇલ મેન અબ્દૂલ કલામ ત્રીજા રાષ્ટ્રપતિ
જાણીતા વૈજ્ઞાનિક એ.પી. જે અબ્દુલ કલામે ૨૫ જુલાઇ ૨૦૦૨ થી ૨૭ જુલાઇ ૨૦૦૭ સુધી રાષ્ટ્રપતિ રહીને સાદગીની મિસાલ કાયમ કરી હતી. કલામ ત્રીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ અને ભારતના એક માત્ર સાયન્ટિસ્ટ અને બેચલર રાષ્ટ્રપતિ પણ હતા. તેઓ 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહયા હતા. કલામનો જન્મ અને ઉછેર તામિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો.
કલામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ સંશોધન સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા આથી તેમને મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવતા હતા.1998માં અટલબિહારી વાજપેયી પીએમ હતા ત્યારે કલામે એક વૈજ્ઞાનિક તરીકે પોખરણ પરમાણુ પરીક્ષણ કાર્યક્રમમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 2002માં એનડીએ અને યુપીએના સમર્થનથી તેઓ ભારતના 11માં અને ત્રીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યા હતા. પોતાની,સાદગી,સરળતા, વિચારો અને કાર્ય પધ્ધતિથી કરોડો લોકોના દિલ જીતી લીધા હતા. અબ્દૂલ કલામને પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે યાદ કરવામાં આવે છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.