Get The App

107 વર્ષ પહેલા ગવાયું હતું રાષ્ટ્રગીત, જન ગણ મન... જાણો શું છે ઈતિહાસ

Updated: Jan 24th, 2020

GS TEAM


Google News
Google News
107 વર્ષ પહેલા ગવાયું હતું રાષ્ટ્રગીત, જન ગણ મન... જાણો શું છે ઈતિહાસ 1 - image


નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2020, શુક્રવાર

દેશનું રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત તેની આંતરરાષ્ટ્રીય ઓળખ હોય છે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ દેશવાસીઓ માટે સૌથી મોટા સમ્માનનું પ્રતીક પણ માનવામાં આવે છે. આજથી બરાબર 107 વર્ષ પહેલા 27 ડિસેમ્બર 1911ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકાત્તા અધિવેશન દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' સૌ પ્રથમ બંગાળી અને હિન્દીમાં ગવાયું હતું.

રાષ્ટ્રગીત લખનારા દેશના નોબેલ પુરસ્કાર વિજેતા રાષ્ટ્રકવિ રવિન્દ્રનાથ ટાગોર હતા. તેમણે આ ગીત વર્ષ 1911માં બનાવ્યું હતું. તેમણે સૌ પ્રથમ બંગાળી ભાષામાં રાષ્ટ્રગીત લખ્યું. ત્યારબાદ આબીદ અલીએ  તેનું હિન્દી અને ઉર્દૂ ભાષામાં રુપાંતર કર્યું. સૌપ્રથમવાર 24 જાન્યુઆરી 1950 ના રોજ સ્વતંત્ર ભારતની બંધારણ સભાએ તેને રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું હતું. જાણીને કદાચ નવાઈ લાગશે કે ગુરુ રવિદ્રનાથ ટાગોરએ તેના આ ગીતને અંગ્રેજી ભાષામાં પણ ટ્રાંસલેટ કર્યું છે. આ ગીતને પંડિત જવાહર લાલ નેહરુએ અંગ્રેજી સંગીતકાર હર્બટ મુરિલ્લએ તેના માટે ધૂન પણ બનાવી છે. રવિદ્રનાથ ટાગોરએ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત અમાર સોનાર બાંગ્લા પણ લખ્યું છે. 

107 વર્ષ પહેલા ગવાયું હતું રાષ્ટ્રગીત, જન ગણ મન... જાણો શું છે ઈતિહાસ 2 - imageરાષ્ટ્રગીતના નિયમો

રાષ્ટ્રગીત અને રાષ્ટ્ર ચિન્હોનું સમ્માન જાળવી રાખવા માટે કેટલાક કાયદા પણ બનાવાયા છે. રાષ્ટ્રગીત ગાવાનો સમય 52 સેકન્ડનો છે. એટલે તેને 49થી 52 સેકન્ડ વચ્ચે જ ગાવું જરૂરી છે. કેટલાક અવસરોએ રાષ્ટ્રગીતને સંક્ષિપ્તમાં ગાઈ શકાય છે. જેમાં પ્રથમ અને અંતિમ પંક્તિઓ જ બોલવામાં આવે છે. તેમાં 20 સેકન્ડનો સમય લાગે છે. 

શું છે કાયદો?

રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ કે કોઈને રોકવા કે પરેશાન કરવા પર સંબંધિત વ્યક્તિ વિરુદ્ધ પ્રિવેંશન ઓફ ઈંસલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1971ની કલમ 3 હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આ કેસમાં દોષીને 3 વર્ષની જેલ અને દંડ કરવામાં આવે છે. જો રાષ્ટ્રગીત ચાલતું હોય ત્યારે તમે એક મુદ્રામાં ન ઊભા રહો તો પણ આ કલમ લાગુ પડે છે. 

107 વર્ષ પહેલા ગવાયું હતું રાષ્ટ્રગીત, જન ગણ મન... જાણો શું છે ઈતિહાસ 3 - imageવિવાદ

રાષ્ટ્રગીતને લઈ પહેલો વિવાદ 1987માં થયો હતો. જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. કેરળની એક શાળામાંથી કેટલીક વિદ્યાર્થીનીઓને કાઢી મુકવામાં આવી હતી. કારણ કે તેમણે રાષ્ટ્રગીત ગાવાની ના કહી હતી. જો કે કોર્ટએ સુનાવણી દરમિયાન જણાવ્યું કે જો કોઈ રાષ્ટ્રગીત ગાય નહીં પણ તે વાગતું હોય ત્યારે ઊભા રહે તો તેનો અર્થ થાય છે કે તે તેનું અપમાન નથી કરી રહ્યા.


Tags :