રામ મંદિર બનાવવામાં કેટલો થયો ખર્ચ અને હવે ટ્રસ્ટના ખાતામાં કેટલા કરોડ બચ્યા? સામે આવ્યા આંકડા
વડાપ્રધાન મોદીથી લઈને હજારો ઋષિ-મુનિઓ આ શુભ મુહૂર્તના સાક્ષી બનવા જઇ રહ્યાં છે
અયોધ્યામાં બનાવવામાં આવી રહેલ રામમંદિર પર અત્યાર સુધી 900 કરોડ રુપિયાનો ખર્ચ થઈ ચુક્યો છે
Image Web |
તા. 7 જાન્યુઆરી 2024, રવિવાર
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. જેમાં 84 સેકન્ડના બ્રહ્મમુહૂર્તમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદીથી લઈને હજારો ઋષિ-મુનિઓ આ શુભ મુહૂર્તના સાક્ષી બનશે
અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની થનારી પ્રાણપ્રતિષ્ઠા અંગે દેશવાસીઓમાં ઘણી ખુશી સાથે ઉમળકો જોવા મળી રહ્યા છે. વિશ્વભરના કરોડો લોકો આ ઘટનાના સાક્ષી બનવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીથી લઈને હજારો ઋષિ-મુનિઓ આ શુભ મુહૂર્તના સાક્ષી બનવા જઇ રહ્યાં છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે મંદિર બનાવવા પાછળ કેટલો ખર્ચ થયો છે તેમજ હવે ટ્રસ્ટ પાસે કેટલા રુપિયા બચ્યા છે. આવો આજે આપણે તેના વિશે જાણીએ.
રિપોર્ટ પ્રમાણે હાલમાં ટ્રસ્ટ પાસે 3000 કરોડ રુપિયા છે
મીડિયાના રિપોર્ટ પ્રમાણે અયોધ્યાના રામમંદિર માટે લોકોએ ખુલ્લા હાથે દાન કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કોર્ટેના નિર્દેશ પર રામ મંદિરના નિર્માણ માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટ પાસે અઢળક પૈસો છે. એક રિપોર્ટ પ્રમાણે હાલમાં ટ્રસ્ટ પાસે 3000 કરોડ રુપિયા છે.
રામમંદિર નિર્માણ પાછળ અત્યાર સુધી કેટલો ખર્ચ થયો
અયોધ્યામાં બનાવવામાં આવી રહેલ રામમંદિર પર અત્યાર સુધી 900 કરોડ રુપિયાનો ખર્ચ થઈ ચુક્યો છે. જેમા સૌથી મહત્વની ખાસ વાત એ છે કે આ મંદિર માટે ટ્રસ્ટ માટે સમગ્ર દેશમાંથા દાનની રકમ સતત આવી રહી છે.
ટ્રસ્ટ પાસે હાલમાં કેટલી રકમ
એક રિપોર્ટ પ્રમાણે હાલમાં ટ્રસ્ટ પાસે 3000 કરોડ રુપિયા છે. તેમજ હાલ દાનમાં જે રકમ ટ્રસ્ટ પાસે આવી રહી છે, તેમાથી રામમંદિર પર થનારા ખર્ચમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.