કોણ છે સુષ્મા સ્વરાજની એક માત્ર પુત્રી બાંસુરી અને શું કરે છે, જાણો
નવી દિલ્હી, તા.7 ઓગસ્ટ 2019, બુધવાર
પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધન બાદ તેમના એક માત્ર સંતાન બાંસુરી કૌશલ પર તમામની નજર રહી છે.
સુષ્મા સ્વરાજે સુપ્રીમ કોર્ટના લોયર સ્વરાજ કૌશલ સાથે 1975માં લગ્ન કર્યા હતા. બાંસુરી કૌશલ સુષ્માનુ એક માત્ર સંતાન છે. તેમણે ઓક્સફોર્ડમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ કાયદાની ડિગ્રી લીધી હતી. તે પણ પોતાના પિતાની જેમ ક્રિમિનલ લોયર છે.
બાંસુરી કૌશલ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લોયર તરીકે પ્રેક્ટિસ કરે છે. આઈપીએલના પૂર્વ કમિશ્નર અને ભાગેડુ લલિત મોદીના વકીલોની ટીમમાં બાંસુરીનો સમાવેશ થતો હતો. તે વખતે મીડિયાનુ ધ્યાન સુષ્મા સ્વરાજની પુત્રી તરફ ગયુ હતુ.
લલિત મોદીએ તે વખતે ટ્વિટ કરીને પોતાની લીગલ ટીમને અભિનંદન આપ્યા હતા. જેમના નામ આ ટ્વિટમાં હતા તેમાં બાંસુરીનો પણ સમાવેશ થતો હતો. તે વખતે ખુલાસો થયો હતો કે, સુષ્મા સ્વરાજની પુત્રી લલિત મોદીને મદદ કરી રહી છે. 27 ઓગષ્ટ, 2014ના રોજ હાઈકોર્ટે લલિત મોદીનો પાસપોર્ટ મંજૂર કરી દીધો હતો.
તે વખતે સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે, મારી પુત્રી તેના વ્યવસાયમાં છે અને તે માટે તે આઝાદ છે. સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલ 34 વર્ષની વયમાં ભારતના સૌથી યુવા એડવોકેટ જનરલ બન્યા હતા. તેઓ 1990થી 1993 સુધી મિઝોરમના ગર્વનર પણ રહ્યા હતા.
દરમિયાન વિપક્ષ તરફથી શરીફે ઈમરાનના ભાષણનો જવાબ આપતા કહ્યુ હતુ કે, યુધ્ધની વાત નથી પણ મજબૂતીથી પોતાનો પક્ષ મુકવાની જરુર છે.