જાણો, ભારતના નૌકાદળની નવી તાકાત આઇએનએસ વાગીર વિશે, સેન્ડફિશની એક પ્રજાતિ પરથી રખાયું છે નામ
આઇએનએસ વાગીરને પ્રોજેકટ પી -૭૫ હેઠળ તૈયાર કરવામાં આવી છે,
દરિયામાં તેને ૧૧૫૦ ફૂટની ઉંડાઇએ તૈનાત કરી શકાય છે.
નવી દિલ્હી,૨૩ જાન્યુઆરી,૨૦૨૩,સોમવાર
દુનિયામાં ટોપ નેવીમાં સ્થાન ધરાવતી ભારતીય નૌ સેનામાં ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ ઇતિહાસ રચાઇ ગયો. આઇએનએસ વાગીર સબમરીનનો સમાવેશ કરવામાં આવ્યો, આમ જોવા જઇએ તો આઇએનએસ વાગીર નામ નવું નથી. ભારત પાસે આ નામની સબમરીન ૧૯૭૩માં પણ હતી જેને ૨૦૦૧ સુધી ભારતીય નૌકા દળમાં સેવા આપી હતી. આ કલવારી કલાસની ૬ સબમરીન પાંચમા નંબરની સબમરીન છે જેનું નામ સેન્ડફિશની એક પ્રજાતિના નામ પરથી રાખવામાં આવ્યું છે જેને સેંડ શાર્ક કહેવામાં આને છે. આ દુશ્મનના રડારને હાથતાળી આપીને હુમલો કરે છે.
ડીઝલ- ઇલેકટ્રીક એટેક આઇએનએસ વાગીરને પ્રોજેકટ પી -૭૫ હેઠળ તૈયાર કરવામાં આવી છે. વાગીર સમુદ્રની અંદર સુરંગ બિછાવી શકે છે. દરિયામાં તેને ૧૧૫૦ ફૂટની ઉંડાઇએ તૈનાત કરી શકાય છે. સ્ટેલ્થ ટેકનીકથી લેસ હોવાથી તેને દુશ્મનો સરળતાથી પારખી શકતા નથી. આ એક સ્વદેશી સબમરીન છે જેમાં ઓકસીજનનું નિર્માણ કરી શકાય છે અને વધુમાં વધુ ૫૦ દિવસ સુધી પાણીની અંદર રહી શકે છે.
આ સબમરીનની લંબાઇ ૨૨૧ ફૂટ અને બીમની ઉંચાઇ ૪૦ ફૂટ જયારે ડ્રોટ ૧૯ ફૂટ છે. વાગીરમાં એમટીયુ ૧૨વી એસઇ ૮૪ એન્જીન લગાવવામાં આવ્યું છે. બેટકી સેલ્સ અને ખાસ ફયૂલ સેલ્સ છે જેનાથી અવાજ કરતા પણ વધુ ગતિથી હુમલો કરી શકે છે. તે સમુદ્રની લહેરો પર કલાકના ૨૦ કિમીની ઝડપે દોડે છે જયારે તે દરિયામાં ડૂબકીઓ મારવાના કરતબ કરે ત્યારે ઝડપ બમણી થઇ જાય છે. એન્ટી શીપ મિસાઇલો ગોઠવી શકાય છે મિસાઇલો દુશ્મનના યુધ્ધપોત પર કલારના ૧૧૪૮ કલાકની ઝડપે ત્રાટકી શકે છે. આઇએનએસ વાગીરમાં ૮ નેવી ઓફિસર અને ૩૫ સૈનિકો મોરચો સંભાળે છે.