India

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્રયાસ

By GS TEAM
7 Mar 20262 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પુનાસા વિસ્તારમાં 90 વર્ષના એક વૃદ્ધા સાથે ચાર નરાધમોએ જે રીતે હેવાનિયત આચરી છે, તે જાણીને પથ્થર દિલના માણસની આંખોમાં પણ આંસુ આવી જાય તેમ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MPમાં ધ્રૂજાવીદેનારી ઘટના: 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ કર્યો ગેંગરેપ, કૂવામાં ફેંકવાનો કર્યો પ્રયાસ

 પ્રતિકાત્મક તસવીર



Gangraped 90 Year Old Woman : મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લા મુખ્યાલયથી આશરે 70 કિલોમીટર દૂર પુનાસા વિસ્તારમાં ચાર બુકાનીધારી બદમાશોએ એક 90 વર્ષના વૃદ્ધા સાથે અમાનવીય કૃત્ય આચર્યું છે. નરાધમોએ વૃદ્ધાના મોઢામાં કપડું ઠાંસીને તેમની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

હૃદયદ્રાવક ઘટના

પીડિત વૃદ્ધા પોતાના ખેતરમાં બનેલી ઝૂંપડીમાં એકલા રહેતા હતા. શુક્રવારની રાત્રે ચાર બુકાનીધારી શખ્સો ત્યાં ઘૂસી આવ્યા હતા. તેમણે વૃદ્ધા સાથે એવી રીતે અત્યાચાર કર્યો કે તેમના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. હેવાનો આટલેથી જ ન અટક્યા, તેઓ વૃદ્ધાને કૂવામાં ફેંકી દેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આસપાસના ખેતરોમાં લોકોની અવરજવર દેખાતા તેઓ વૃદ્ધાને લોહીલુહાણ હાલતમાં ખેતરમાં ફેંકીને નાસી છૂટ્યા હતા.

12 કલાક સુધી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા

ગંભીર રીતે ઘાયલ વૃદ્ધા આખી રાત તડપતા રહ્યા. શુક્રવારે સવારે જ્યારે કેટલાક લોકો ખેતરમાં ઘાસચારો ખરીદવા પહોંચ્યા, ત્યારે તેમણે વૃદ્ધાને ખાટલા પર લોહીથી લથપથ હાલતમાં જોયા. ખાટલો લોહીથી ભીનો થઈ ગયો હતો અને વૃદ્ધાની હાલત જોઈને લોકોના રૂવાડા ઉભા થઈ ગયા હતા. તુરંત જ પોલીસ અને તેમની દીકરીને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત તેમને સારવાર માટે ખસેડ્યાં હતા. 

આ પણ વાંચો : સુરતમાં એક પરિવારે ભૂલથી પૂજા સામગ્રી સાથે 2 લાખ રૂપિયા કેનાલમાં પધરાવ્યા! ફાયર વિભાગ આવ્યું મદદે

પોલીસ તપાસ અને આશંકા

પીડિત વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર વૃદ્ધા અત્યારે નિવેદન આપવાની સ્થિતિમાં નથી, મહિલા અધિકારીઓની ટીમ તેમની સાથે છે. દીકરીના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પહેલા પણ અહીં ચોરીનો પ્રયાસ થયો હતો. જે રીતે આ ક્રૂરતા આચરવામાં આવી છે, તેને જોતા આ નરાધમો નશાખોર હોવાની પૂરેપૂરી આશંકા છે.

સુરક્ષા સામે સવાલ

એક તરફ જ્યારે મહિલા સુરક્ષાની વાતો થાય છે, ત્યારે 90 વર્ષના વૃદ્ધા સાથે તેમના જ ખેતરમાં થયેલું આ કૃત્ય સમાજ અને તંત્ર સામે ગંભીર સવાલ ઉભા કરે છે. ગ્રામીણોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજાની માંગણી કરવામાં આવી રહી છે.