Get The App

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ ભાગેડુ જાહેર, પંજાબના અનેક જિલ્લામાં હાઈ એલર્ટ

અત્યાર સુધીમાં તેના સંબંધિત 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે

બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે

Updated: Mar 19th, 2023

GS TEAM


Google News
Google News
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ ભાગેડુ જાહેર, પંજાબના અનેક જિલ્લામાં હાઈ એલર્ટ 1 - image
Image : internet

નવી દિલ્હી, 19 માર્ચ 2023, રવિવાર

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની મુશ્કેલીઓ વધી રહી છે. પંજાબ પોલીસે અમૃતપાલને ભાગેડુ જાહેર કર્યો છે. પંજાબ પોલીસના જવાનો અમૃતપાલની ધરપકડ કરવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં તેના સંબંધિત 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાલંધર પોલીસ કમિશનરે જણાવ્યું કે તેમની બે કાર જપ્ત કરવામાં આવી છે. હથિયારોની કાયદેસરતાની તપાસ કરવામાં આવી રહી છે. પંજાબમાં અનેક જિલ્લા હાઈ એલર્ટ પર છે.

અનેક જિલ્લામાં 144 કલમ લાગુ

આ પહેલા પોલીસે અમૃતપાલના ગાઈડ દલજીત કલસીની ગુરુગ્રામથી અટકાયત કરી હતી. હાલમાં પંજાબમાં પોલીસ સુરક્ષાને લઈને સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. બપોરે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જલંધર સહિત અનેક જિલ્લાઓમાં કલમ 144 લાગુ થતાં અમૃતસર સહિત અનેક જિલ્લામાં કડક તકેદારી રાખવામાં આવી રહી છે. પંજાબ સાથેની સરહદો પર પણ સુરક્ષા કડક કરવામાં આવી છે. આ ઉપરાંત અમૃતપાલના ગામમાં ભારે પોલીસ દળ તૈનાત છે.

પંજાબ પોલીસે આપી ચેતવણી

આ સાથે પંજાબ પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડને લઈને સોશ્યલ મીડિયા પર ચાલી રહેલી અફવાને લઈને એલર્ટ કર્યું છે. પોલીસે ટ્વિટ કર્યું છે કે ગેરમાર્ગે ન દોરો અને માત્ર વિશ્વસનીય સૂત્રો પર વિશ્વાસ કરો. પોલીસે એ પણ ટ્વિટ કર્યું કે અત્યાર સુધીમાં 78 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ દરમિયાન પોલીસે 8 રાઈફલ અને એક રિવોલ્વર પણ જપ્ત કરી છે.

Tags :