India

બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો

By GS TEAM
21 Oct 20252 mins read
TukuTouch Logo
જો આગ લાગે અને ફાયર બ્રિગેડ થોડી પણ મોડું કરે, તો આ દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે. આવા સમયમાં, ફાયર ફાઇટર આગમાં ફસાયેલા લોકો માટે દેવતા તરીકે કામ કરે છે અને તેમને બચાવે છે. જોકે, બિહારના ખગરિયામાં આ જ ફાયર ફાઇટરો સાથે જે બન્યું તે આઘાતજનક હતું. ખગરિયામાં ફટાકડાથી લાગેલી આગને કાબુમાં લેવા માટે પહોંચેલા ફાયર ફાઇટરો પર ટોળાએ પથ્થરમારો કર્યો અને તેમના વાહનને આગ લગાવી દીધી. જેમાં ઘણા ફાયર ફાઇટર ઘાયલ થયા.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને ફૂંકી માર્યા, પથ્થરમારો પણ કર્યો
(Representetive Image)

Beldaur Bihar Fire Tragedy: જો આગ લાગે અને ફાયર બ્રિગેડ થોડી પણ મોડું કરે, તો આ દુર્ઘટના મોટી દુર્ઘટનામાં પરિણમી શકે છે. આવા સમયમાં, ફાયર ફાઇટર આગમાં ફસાયેલા લોકો માટે દેવતા તરીકે કામ કરે છે અને તેમને બચાવે છે. જોકે, બિહારના ખગરિયામાં આ જ ફાયર ફાઇટરો સાથે જે બન્યું તે આઘાતજનક હતું. ખગરિયામાં ફટાકડાથી લાગેલી આગને કાબુમાં લેવા માટે પહોંચેલા ફાયર ફાઇટરો પર ટોળાએ પથ્થરમારો કર્યો અને તેમના વાહનને આગ લગાવી દીધી. જેમાં ઘણા ફાયર ફાઇટર ઘાયલ થયા.

આગ ઓલવવા આવેલા ફાયરબ્રિગેડના વાહનોને આગ લગાવી દીધી

ગઈકાલે મોડી રાત્રે, બેલદૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બેલદૌર નગર પંચાયતના પીરનગરા પથ પાસે ટોળાએ ભારે હોબાળો મચાવ્યો હતો. દિવાળી પહેલા આતિશબાજી દરમિયાન કેટલાક ઘરોમાં આગ લાગી હતી. પરતું ટોળાએ આગ ઓલવવા પહોંચેલા ફાયર ફાઇટરો પર માત્ર પથ્થરમારો કર્યો, એટલું જ નહી પણ ટોળાએ ફાયર ફાઇટરના વાહનને પણ આગ લગાવી દીધી હતી.

આ પણ વાંચો: આગરા-લખનઉ એક્સપ્રેસ વેના કર્મીઓ રૂ.1100 બોનસ મળતાં ભડક્યાં, લોકોને ફ્રીમાં જવા દીધા

શું છે ઘટના?

આતિશબાજી દરમિયાન આશરે પાંચ ઘરોમાં આગ લાગી હતી. જ્યારે એક નાનું ફાયર એન્જિન પહોંચ્યું, ત્યારે ફાયર ફાઇટીંગ વાહન આગને કાબુમાં લેવામાં નિષ્ફળ ગયું. પરિણામે, હાજર લોકોએ ગુસ્સે  થયા  અને ફાયર ફાઇટર પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ઘણા  ફાયર ફાઇટર ઘાયલ થયા હતા. જોકે, મોટી પોલીસ ટુકડી આવતાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.