Get The App

VIDEO : ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ઈસરોના 5 કર્મચારીઓના મોત, અલપ્પુઝામાં બની ઘટના

કેરળમાં એક રોડ અકસ્માતમાં ઈસરોના 5 કર્મચારીઓના મોત નિપજ્યા

તિરુવનંતપુરમ તરફ જઈ રહેલી કાર ચોખાથી ભરેલા ટ્રક સાથે અથડાઈ

Updated: Jan 23rd, 2023

GS TEAM

Google News
Google News
VIDEO : ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ઈસરોના 5 કર્મચારીઓના મોત, અલપ્પુઝામાં બની ઘટના 1 - image

તિરુવનંતપુરમ, તા.23 જાન્યુઆરી-2023, મંગળવાર

કેરળમાં એક રોડ અકસ્માતમાં ઈસરોના 5 કર્મચારીઓના મોત નિપજ્યા છે. આ કર્મચારીઓને લઈ જઈ રહેલી કાર કેરળના અલપ્પુઝા પાસે ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં સ્થળ પર જ 4 લોકોના મોત નિપજ્યા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતી વખતે મોત નિપજ્યું છે. અંબાલાપ્પુઝા પોલીસે જણાવ્યું કે, ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર બાદ 4 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે એકનું મોત હોસ્પિટલમાં લઈ જઈ વખતે નિપજ્યું છે. પોલીસે જણાવ્યું કે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોડી રાત્રે લગભગ 1.30 કલાકે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં પ્રસાદ, શિજૂ, અમલ, સચિન અને સુમોદના નામ સામે આવ્યા છે.

ચોખા લઈ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ કાર

મળતી માહિતી મુજબ, તિરુવનંતપુરમ તરફ જઈ રહેલી કાર આંધ્રપ્રદેશથી અલપ્પુઝા જઈ રહેલા ચોખાથી ભરેલા ટ્રક સાથે અથડાતા દુર્ઘટના સર્જાઈ. અંબાલાપ્પુઝા પોલીસા જણાવ્યા અનુસાર કારમાં સવાર 5 લોકોમાંથી ચારના મોત ઘટના સ્થળે થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. કેટલાક અહેવાલોમાં કહેવાયું છે કે, અકસ્માતનો ભોગ બનેલા તમામ યુવક તિરુવનંતપુરમમાં ઈસરોની કેન્ટીનમાં કામ કરતા હતા.

પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી

પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામનારાઓમાં ચાર યુવક તિરુવનંતપુરમના હતા, જ્યારે એક કોલ્લમનો રહેવાસી હતો. તમામના મૃતદેહને અલપ્પુઝા મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયા છે. પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી લીધી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પાંચ લોકો તિરુવનંતપુરમમાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની કેન્ટીનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે અલપ્પુઝા જઈ રહ્યા હતા.

Tags :