Get The App

VIDEO : કેદારનાથમાં બગડેલું હેલિકોપ્ટર એરલિફ્ટ કરવા જતાં દોરડું તૂટ્યું અને જમીન પર પટકાયું

Updated: Aug 31st, 2024

GS TEAM

Google News
Google News
Kedarnath Helicopter Accident


Kedarnath Helicopter Accident: કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર અકસ્માત થયો છે. ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર જૂના હેલિકોપ્ટરને પાછું લાવી રહ્યું હતું, ત્યારે ખામીયુક્ત હેલિકોપ્ટરને રામબાડા નજીક આકાશમાંથી ડ્રોપ કરવું પડ્યું હતું.

આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું

જાણકારી મુજબ 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જે ક્રેશ થયું હતું. હેલીને રિપેર કરવા માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને હેંગ કરીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન MI 17નું બેલેન્સ બગડ્યું હતું. આથી ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું હતું. 

આ પણ વાંચો: ગુજરાત-રાજસ્થાન સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

આકાશમાંથી છોડવામાં આવેલા હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન નહોતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. જો કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ એસડીઆરએફના જવાનોએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી.

VIDEO : કેદારનાથમાં બગડેલું હેલિકોપ્ટર એરલિફ્ટ કરવા જતાં દોરડું તૂટ્યું અને જમીન પર પટકાયું 2 - image

Tags :