Get The App

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું - 'ઓકાતમાં રહો..'

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું - 'ઓકાતમાં રહો..' 1 - image


Karni Sena Threatens Punjab Governor: પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને રાજ્યપાલ કટારિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રાજ શેખાવતે ગુલાબચંદ કટારિયા પર મેવાડના શિરોમણી મહારાણા પ્રતાપનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો ખળભળાટ

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પોતાની પોસ્ટમાં અત્યંત આક્રમક ભાષાનો પ્રયોગ કરતા લખ્યું છે કે, 'સાંભળો ગુલાબચંદ, તમારી મર્યાદામાં (ઓકાતમાં) રહો. તમે અગાઉ પણ અમારા આરાધ્ય દેવ મહારાણા પ્રતાપનું અપમાન કર્યું છે. કરણી સેનાના સૈનિકોને આદેશ છે કે, ગુલાબચંદ જ્યાં પણ અને જ્યારે પણ મળે, ત્યાં તેને પતાવી દો.'

શું છે સમગ્ર વિવાદનું મૂળ?

આ વિવાદની શરૂઆત 22મી ડિસેમ્બરના રોજ ઉદયપુરના ગોગુંડામાં આયોજિત એક કાર્યક્રમથી થઈ હતી. કાર્યક્રમ દરમિયાન પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ મહારાણા પ્રતાપ અને વિકાસ કાર્યોને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 'કોંગ્રેસના શાસનમાં મહારાણા પ્રતાપનું નામ માત્ર સાંભળવા મળતું હતું, પરંતુ જનતા પાર્ટી (ભાજપ)ના શાસનમાં મહારાણા પ્રતાપના ઈતિહાસને સાચી રીતે જીવંત કરવામાં આવ્યો છે.'

તેમણે દાવો કર્યો કે, 'ગોગુંડા, હલ્દીઘાટી અને ચાવંડ જેવા ઐતિહાસિક સ્થળોનો વિકાસ અને ત્યાં રસ્તાઓનું નિર્માણ તેમની સરકારના સમયમાં થયું છે.' આ નિવેદનને કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનોએ મહારાણા પ્રતાપના ગૌરવશાળી ઈતિહાસને રાજકીય ચશ્માથી જોવાનો પ્રયાસ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

હજુ સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં

રાજ્યપાલ કટારિયાને મળેલી આ ખુલ્લી ધમકી બાદ હજુ સુધી રાજભવન કે રાજ્યપાલ તરફથી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જોકે, પંજાબ અને રાજસ્થાન પોલીસ આ સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખી રહી છે અને રાજ્યપાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી શકે છે.

કોણ છે ગુલાબચંદ કટારિયા?

ગુલાબચંદ કટારિયા રાજસ્થાનના રાજકારણનું મોટું નામ છે. તે રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે અને 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ૨૮મી જુલાઈ, 2024થી તે પંજાબના 30મા રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. આ પૂર્વે તેઓ આસામના રાજ્યપાલ પણ હતા. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની છે અને મેવાડ પંથકમાં તેમનો મોટો પ્રભાવ છે.