Get The App

કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ 1 - image


Karnataka DGP Suspended | કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP - નાગરિક અધિકાર પ્રવર્તન) કે. રામચંદ્ર રાવને સોમવારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં તેમના ઘણા વીડિયો વાઈરલ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

શું છે વાઈરલ વીડિયોમાં?

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા આ વીડિયોમાં, DGP રેન્કના અધિકારી ડો. રામચંદ્ર રાવ પોતાની વર્દીમાં ઓફિસમાં બેઠેલા જોવા મળે છે. તેમની સાથે એક મહિલા પણ છે. વીડિયોમાં તેઓ મહિલાને ગળે લગાવતા અને ચુંબન કરતા જેવી અશ્લીલ હરકતો કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો સામે આવતા જ વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.



DGPનો બચાવ: 'વીડિયો નકલી, આ ષડયંત્ર છે'

જોકે, 1993 બેચના આ IPS અધિકારી રામચંદ્ર રાવે આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને તેને મનઘડંત અને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યું, "હું સ્તબ્ધ છું. આ બધું મનઘડંત અને ખોટું છે. વીડિયો સંપૂર્ણપણે નકલી છે." તેમણે વધુમાં કહ્યું કે આ વીડિયો કદાચ આઠ વર્ષ જૂનો હોઈ શકે છે, જ્યારે તેઓ બેલગાવીમાં તૈનાત હતા. તેમણે આને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે.

મુખ્યમંત્રી એક્શનમાં, ગૃહ મંત્રાલય પાસેથી રિપોર્ટ માંગ્યો

આ મામલો સામે આવતા જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિભાગ પાસેથી વિસ્તૃત માહિતી લીધી છે. વીડિયો જોયા બાદ મુખ્યમંત્રીએ ગૃહ મંત્રાલય પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. વીડિયો વાઈરલ થતાં જ રાવે ગૃહ મંત્રી જી. પરમેશ્વરને મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની મુલાકાત થઈ શકી ન હતી.