ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠરતાં કર્ણાટક ભાજપના જી. જનાર્દન રેડ્ડીનું ધારાસભ્ય પદ છીનવાયું
Karnataka BJP MLA Janardhana Reddy disqualified: ગેરકાયદે માઈનિંગ કેસમાં દોષિત ઠેરવ્યા બાદ કર્ણાટકના ભાજપના ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીને ગેરલાયક ઠેરવાયા હતા. આ સાથે તેમનું ધારાસભ્ય પદ હાલ રદ થઇ ગયું છે.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, હૈદરાબાદની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે મંગળવારે કર્ણાટકના પૂર્વ ધારાસભ્ય જી. જનાર્દન રેડ્ડીને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. ગેરકાયદે ખનન કેસમાં લગભગ 14 વર્ષ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ કોર્ટે જી. જનાર્દન રેડ્ડી અને અન્ય ત્રણ લોકોને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તમામ આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે અને સાથે જ તેમને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટના ચુકાદા પછી તરત જ સીબીઆઈએ રેડ્ડી અને અન્ય આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ તેમને અહીં ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, સીબીઆઈ કોર્ટે આ નિર્ણય તપાસ એજન્સી દ્વારા જી. જનાર્દન રેડ્ડી અને અન્ય લોકો વિરુદ્ધ દાખલ કરાયેલ ચાર્જશીટના આધારે આપ્યો છે. આમાં જી. જનાર્દન રેડ્ડી પર કર્ણાટક-આંધ્રપ્રદેશ સરહદ પર બેલ્લારી રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં ખાણકામ લીઝની સીમા સાથે ચેડાં કરવાનો અને ગેરકાયદે ખનન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.