Get The App

કાંચી મઠના 69માં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન

- 1954માં કાંચી મઠના શંકરાચાર્ય બન્યાં હતા

- 82 વર્ષની જેફ વયે થયુ નિધન

Updated: Feb 28th, 2018

GS TEAM


Google News
Google News

ચૈન્નાઈ, તા. 28 ફેબ્રુઆરી 2018, બુધવાર

કાંચી મઠના 69માં શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું આજે નિધન થઈ ગયુ છે. 1954માં તેમને કાંચી મઠના શંકરાચાર્ય પદે બેસાડવામાં આવ્યા હતા.

18 જુલાઈ, 1935નાં રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના 69મા શંકરાચાર્ય હતા. તેઓ 82 વર્ષના હતા. જયેન્દ્ર સરસ્વતીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન જ તેમનું દેહાંત થઈ ગયું છે. કાંચી મઠ દ્વારા અનેક સ્કૂલ, આંખોની હોસ્પિટલ ચલાવવામાં આવે છે.

 

Tags :