Get The App

ભાજપમાં કે. અન્નામલાઈને મળી શકે છે મોટી જવાબદારી, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાદ કરાશે જાહેરાત

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
K. Annamalai


BJP On K. Annamalai : તમિલનાડુના પૂર્વ ભાજપના અધ્યક્ષે કે. અન્નામલાઈને જલ્દી જ પાર્ટીમાં મોટી જવાબદારી મળી શકે છે. તેમને ભાજપના મહાસચિવ પદ પર પ્રમોટ કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી મહિને ભાજપ અધ્યક્ષની પસંદગી બાદ અન્નામલાઈને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. 

અન્નામલાઈને પાર્ટીમાં મોટી જવાબદારી મળવાની શક્યતા 

મળતી માહિતી મુજબ, જ્યારે એપ્રિલ મહિનામાં અન્નામલાઈએ તમિલનાડુ ભાજપ અધ્યક્ષ પદેથી પદ છોડ્યું હતું. એ સમયે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, તેમને પાર્ટીમાં મોટું પદ આપવામાં આવશે. અન્નામલાઈને પદ છોડ્યાં બાદ ધારાસભ્ય નેનાર નાગેંથ્રાનને રાજ્યમાં ભાજપના પ્રમુખ બનાવાયા. ગત લોકસભા ચૂંટણીમાં તમિલનાડુમાં ભાજપને એક પણ બેઠક ન મળી. પરંતુ મત ટકાવારી ત્રણ ટકાથી વધીને 11 ટકા થઈ ગઈ અને આનો શ્રેય અન્નામલાઈને જાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘણી વખત નોંધ્યું છે કે, અન્નામલાઈ રાજ્યની રાજનીતિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવશે. તેમને રાષ્ટ્રીય સ્તરની પણ અગત્યની જવાબદારી પણ આપવામાં આવશે. જોકે, તમિલનાડુમાં ભાજપના ચીફનું પદ છોડ્યાં બાદ તેમને ભાજપના નેશનલ કાઉન્સિલના સદસ્ય બનાવવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: એર ઈન્ડિયા પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટને ઉડ્ડયન મંત્રીએ ફગાવ્યો, કહ્યું- 'AAIBની તપાસ પર અમને સંપૂર્ણ ભરોસો'

અન્નામલાઈએ શું કહ્યું?

તાજેતરમાં જ અન્નામલાઈએ તમિલનાડુમાં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ગઠબંધન પ્રત્યે પાર્ટીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનનો ઉલ્લેખ કર્યો કે, જો ગઠબંધન સત્તામાં આવશે તો ભાજપ સરકારનો ભાગ બનશે. મીડિયા સાથે વાત કરતા અન્નામલાઈએ કહ્યું હતું કે, 'કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘણી વખત કહ્યું છે કે ભાજપ સરકારનો ભાગ રહેશે..., ગઠબંધન ચાલુ રહેવું જોઈએ.'

Tags :